યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટયો..

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટયો..
Spread the love

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે પિતૃ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટયો..

પિતૃ તર્પણ, પિંનદાન, વિધિ માટે ભારે ઘસારો…

પ્રાચી તીર્થ… સુ- પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અમાસ નિમિત્તે પુરોવાહીની સરસ્વતી નદી મા સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો હતો આજના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ
પ્રાચી તીર્થ ની પવિત્ર ભૂમિ પરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે જે જગત ની એક માત્ર નદી છે જે પૂર્વ દિશામાં સૂર્ય ની સામે વહે છે જેથી આ પવિત્ર સરસ્વતી નદી ને પૂર્વ વાહીની નદી કહેવાય છે તેમાં સ્નાન કરવા માટે માનવ મહેરામણ ઉમટયો હતો આ તીર્થ ની ભૂમિ પર ધર્મરાજ યુધિષ્ઠિરે પિતૃ તર્પણ કર્યું હતું આ તીર્થ ક્ષેત્ર માં થી પસાર થતી સરસ્વતી નદી માં સ્નાન કરવાથી પાપ માંથી મુક્ત થાય છે અને ધર્મરાજા એ વાવેલા મોક્ષ પીપળા ને પાણી રેડવાથી પિતૃ તર્પણ નું કાશી કરતા પણ અન્નતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માન મુક્તિ અર્થે થતા કર્મકાંડ કરવામાં આવે છે સાથે સાથે પ્રાચી તીર્થ માં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રી કૃષ્ણ એ યદુકુળ નો મોક્ષ કર્યો હતો.

તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉધ્ધવ ને છેવટ નું જ્ઞાન આપ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી પ્રાચી થી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી કિનારે માધવરાયજી સ્વરૂપે પ્રગટ થયા હતા જે હાલ સરસ્વતી કિનારે જાંબુડા ના ઝાડ નીચે બિરાજ માન છે હાલ માં પણ સરસ્વતી નદી માં નવા નીર આવે એટલે સરસ્વતી નદી માધવરાયજી તેમજ લક્ષ્મી જી ના ચરણ સ્પર્શ કરી આગળ વધે છે

આજે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડી પૂજા અસના કરી 108 પ્રદિક્ષણા ફરી બ્રાહ્મણો ને યથાશક્તિ દાન દક્ષિણ આપી પુણ્યનું ભાથું બાંધે છે.તેમજ સરસ્વતી ઘાટ ઉપર અન્નપૂર્ણા માતાજી તેમજ વધેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે તેમજ સરસ્વતી નદી કિનારે અતિ પુરાણી છ છ શિવ મંદિર આવેલા છે જેમાં વિઠલેશ્વવર મહાદેવ, દેવ દેવેશ્વર મહાદેવ,ગોવિંદેશ્વર મહાદેવ,અર્જુનેશ્વર મહાદેવ,શિદ્ધેસ્વર મહાદેવ,અને પૃથવેશ્વર મહાદેવ મંદિર ના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે
અમાસ નિમિત્તે આ સરસ્વતીઘાટ ઉપર વિધિ કરવાનું અનેરુ મહત્વ છે જેમાં નારાયણ બલી,પ્રેત બલી, બભૃ શ્રાદ્ધ ,લિલ કાર્ય, ત્રી પિંડી, સર્વે પિતૃ શ્રાદ્ધ, કાલ સર્પ યોગ, વગેરે કર્મ કાંડ વિધિ કરવામાં આવે છે. અમાસ નિમિત્તે ભાવ ભક્તિ તથા ભજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાની ધન્યતા અનુભવાતા જોવા મળે છે આજે ભારતભરમાંથી અમાસે સો વાર કાશી એકવાર પ્રાંચી તીર્થમાં હજારો યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું…

રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ ગીર સોમનાથ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!