વંથલીના રવની ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

વંથલીના રવની ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ
વંથલી | સરકારનાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વંથલી તાલુકાના રવની ગામે પ્રાકૃતિક ખેતીની સમજ આપવામાં માટે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડારેકટર ડો. હાર્દિક લાખાણી તથા સંયોજક સાવલીયાભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઓછામાં ઓછા એક એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી જેરમુક્ત પેદાશોનું ઉત્પાદન કરવા ખેડૂત ભાઈ-બહેનોને શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેક્ટ ટીમના બી.ટી.એમ. વિઠ્ઠલ બજાણીયા, એટીએમ ચમન જાલા અને મૌલક દઢાણીયા દ્વારા કરાયું હતું.
રિપોર્ટ : રહીમ કારવાત
વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756