ભિલોડા ખાતે ચૌધરી સમાજ નું મહાસંમેલન યોજાયું

ભિલોડા ખાતે વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજ: મહાસંમેલન યોજાયું
સમગ્ર ગુજરાતમાં અર્બુદાસેનાના ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે અર્બુદાસેના ગુજરાત અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં 6 જિલ્લામાં સંમેલનો યોજાયા બાદ આજે વિપુલ ચૌધરીની ગેર હાજરીમાં ભિલોડા ખાતે 5 જિલ્લાના કાર્યકરોનું મહા સંમેલન યોજાયું હતું. ગુજરાત અર્બુદાસેનાના પ્રમુખ વિપુલ ચૌધરી દ્વારા ઠેર ઠેર સંમેલન યોજાઈ રહ્યા છે, ત્યારે છેલ્લે મોડાસા ખાતે અર્બુદાસેનાનું સંમેલન યોજાયા બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
જેને લઈ આખો સમાજ ખુબ જ રોષે ભરાયેલ છે. ઠેર ઠેર આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન યોજાયા છે. ત્યારે તેમની ગેર હાજરીમાં પણ અર્બુદા સેનાના મહા સંમેલનો યોજાય છે. આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયું.
આ સંમેલનમાં અરવલ્લી સહિત સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તાથી મોટી સંખ્યામાં બાઈક રેલી યોજાઈ હતી. સભા સ્થળ સુધી બાઇક રેલી પહોંચી હતી. સભા મંડપમાં મહિલા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા સ્ટેજ પર વિપુલ ચૌધરીના સ્થાને સમાજનું પ્રતીક એવી પાઘડી મુકવામાં આવી હતી અને સમાજની પાઘડી સ્વરૂપે વિપુલ ચૌધરીની હાજરી દર્શાવી હતી. સભામાં વિપુલ ચૌધરીની ખોટી રીતે કરાયેલ ધરપકડનો વિરોધ કરી મુક્ત કરાવવા માંગ કરી છે.
રિપોર્ટ:- અર્પણ રાઠોડ(અરવલ્લી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756