પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા :મોરારીબાપુ

પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા :મોરારીબાપુ
Spread the love

પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા :મોરારીબાપુ
“માનસ માતુ ભવાની “રામકથા ચોથા દિવસે અનેક સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન
મહુવા
ભવાની મંદિરના પ્રાંગણમાં અને માં ભવાનીની સંન્નીધિમાં ગવાઈ રહેલી “માનસ :માતુ ભવાની” રામકથા આજે ચોથા દિવસે સંતો, મહંતો અને અનેક ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ.
પૂ. મોરારીબાપુએ કથા પ્રવાહને આગળ ધપાવતાં કહ્યું કે બાળક એ નિર્દોષતાનું પ્રતિક છે. આ પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. આ પરમાત્મા બાલ સ્વરૂપને ગણી શકીએ. જ્યાં બૌદ્ધિકતાનું કવચ પહેર્યું હોય ત્યાં નિર્દોષતાની ઓળખ થઈ શકતી નથી. આપણે જીવનમાં કોઈપણ હેતુ વગરનું કોઈ કાર્ય કરીએ ત્યારે ત્યાં અક્ષય પાત્ર કોઈને કોઈ રૂપમાં આવીને ઊભું રહેતું હોય છે. માં ભવાનીના સ્વરૂપોનું પ્રગટીકરણ કરતાં બાપુએ કહ્યું કે ભવાની માં અજન્માં છે, અનાદિ છે.એ સતિના રૂપમાં દક્ષની દીકરી છે પરંતુ માં પાર્વતીના રૂપમાં તે હિમાલયના પુત્રી છે. તેના કુલ નવ સ્વરૂપ છે માટે તે નવ દુર્ગા છે. જેમાં કન્યા, માં, પુત્રી, પત્ની, જગત જનની, સતી, પાર્વતી,આર્ત અધિકારી,કૃત કૃત્ય રુપા આમ કુલ નવ રૂપ છે. તે પરમશક્તિ છે,અવિનાશી, બ્રહ્મચારીણી છે. માણસ નબળાઈઓનું પોટલું છે દરેકે પોતપોતાની કમજોરીઓને જાહેરમાં મૂકવી તે એક તપશ્ર્ચર્યા છે.આપણને વિધાતા કુસંગ ન કરાવે તેવી આશા સેવવી જોઈએ.આજે આપણી પાસે સાધનો છે પરંતુ શાંતિ નથી. કારણ કે સાધનોની જરૂર નથી સુમતિની જરૂર છે.તેની જગ્યાએ દરેક પાસે કુમતિ છે.
આજની કથામાં ભવાની મંદિરના પૂજારીશ્રીઓનો સંતગણ તથા પુ.ધીરુબાપુ અને મોરબીના સુશ્રી તપસ્વી દીદી ઉપસ્થિત રહ્યાં હતાં
-_—_____________________________

આજનું કથા વિશેષ (બોક્ષ મેટર)
–શ્રી જયદેવભાઈ માંકડ સંકલિત દ્રષ્ટાંત કથાઓ “બાવો મોર બાંટંતા”પુસ્તકનું લોકાર્પણ પૂજ્ય બાપુ અને જયદેવભાઈ માંકડનાં માતૃશ્રી જ્યોત્સનાબાના વરદ હસ્તે થયું હતું.
—નીતિનભાઈ વડગામા 700 ની કથા પછી વિવિધ રામકથાઓને પુસ્તકમાં સંપાદિત કરે છે. તેવી રામકથાઓ “માનસ નાગર,માનસ મસાણ સહિતની ત્રણમાં રામકથાઓનું લોકાર્પણ બાપુએ કર્યું હતું.
—દ્વારકાની શારદાપીઠ કોલેજના પુર્વ અધ્યાપક શ્રી ડો.ઈશ્વર પરમાર દ્વારા લખાયેલાં ત્રણ પુસ્તકો “બાળકને બાપુનું વહાલ, યુવાનીને બાપુનું આહવાન અને બાપુના મુખે બાપુની વાતો”નું લોકાર્પણ ઈશ્વરભાઈ પરમાર અને બાપુ દ્વારા થયું હતું.
—- આજની કથામાં બાપુએ પોતાના જીવનનાં પ્રસંગો રસપ્રચુર રીતે વર્ણવ્યાં હતાં.
-અઢિયા નામના બાળકની કથા વર્ણવતાં બાપુએ બાળકમાં રહેલાં ઈશ્વરના સાક્ષાત કરુણામય દર્શન કર્યા હોય તેવો ભાવ પ્રગટ થયો હતો.
–બાપુએ ડાક- ડમરુંને લોકવાદ્ય તરીકે ગણીને તેમનું સન્માન કર્યું હતું.
— બાપુએ વિદેશ અભ્યાસ દરમ્યાન સંગદોષ તરફ કાળજી લેવાનું જણાવી ડીગ્રીનું અતિમહત્વ ન આંકવુ તે નિર્દેશ કર્યો હતો.

 

અહેવાલ -તખુભાઈ સાંડસુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!