ડાંગ જિલ્લાનાં સામાજીક આગેવાન સુનિલભાઈ ગામીત આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ડાંગ જિલ્લાનાં સામાજીક આગેવાન સુનિલભાઈ ગામીત આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Spread the love

ડાંગ જિલ્લાનાં સામાજીક આગેવાન સુનિલભાઈ ગામીત આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ડાંગ :  ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાર તાપી અને નર્મદા લિંક તથા આદિવાસી સમાજનાં પાયાનાં પ્રશ્નોનાં મુદ્દે લડત ચલાવનાર સામાજીક આગેવાન અને એડવોકેટ એવા સુનિલભાઈ ગામીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે…. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલટાની મૌસમનો દોર પુર બહારમાં ખીલી ઉઠ્યો છે.તેવામાં દક્ષિણ ગુજરાતમાં પાર તાપી અને નર્મદા લિંક અંતર્ગત નિર્માણ થનાર મહાકાય ડેમોનાં વિરોધમાં નોંધપાત્ર ફાળો આપનાર એવા સામાજીક આગેવાન અને ડાંગ જિલ્લાનાં એડવોકેટ તરીકે નામનાં મેળવનાર સુનિલભાઈ ગામીત આજરોજ નવસારી જિલ્લાનાં સૂરખાઈ ગામ ખાતે ગુજરાત આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગોપાલ ઇટાલીયાનાં હસ્તે આપનો ખેસ ધારણ કરતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.ડાંગ જિલ્લામાંથી શિક્ષિત આગેવાને આપનાં ઝાડુનો હાથ પકડતા રાજકારણમાં હળચલ મચી જવા પામી છે.આ પ્રસંગે ડાંગ જિલ્લાનાં એડવોકેટ સુનિલભાઈ ગામીતે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજનાં ઉત્થાન માટે જરૂરી એવા ખાસ મુદાઓમાં બંધારણની પાંચમી અનુસૂચિ,PESA એક્ટની અમલવારી,આદિવાસી બાળકોને અદ્યતન શિક્ષણ,સારી આરોગ્યની સુવિધાઓ, મફત વીજળી, રોજગારીની ગેરંટી જેવા મુદ્દાઓનાં ઉકેલની ગેરંટી આમ આદમી પાર્ટી દ્વારા આપી છે.આમ આદમી પાર્ટીનું દિલ્હી અને પંજાબ મોડેલથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

રિપોર્ટ. સંજય ગવળી.ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!