ડભોઇ ખાતે ગરબા મહોત્સવની શરૂઆત પૂજ્ય ૧૦૮ શ્રી વ્રજરાજજી ના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી

આસો સુદ એકમ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઇના એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના પ્રમુખ સ્થાને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ નવરાત્રીના પ્રથમ દિવસે પ.પૂ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજજી તેમજ ડભોઇ દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા)નઆ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. અને મહારાજશ્રીએ આ ગરબાને, આયોજકોને અને નગરજનોને આર્શિવચન આપ્યા હતા. અને કહ્યું હતું કે માં અંબા ના 10 દિવસ પૂર્ણ થાય ત્યારે જે કોઈ વ્યક્તિ વ્યસન કરતા હોય તે માતાજી ને અર્પણ કરી વ્યસન મુક્તિ કરીએ તેમ જણાવ્યું હતું સુંદર ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામી હતી.ડભોઇ – દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ જણાવ્યું હતું કે, ડભોઇ નગરની દિકરીઓને ગરબાની રમઝટ માણવા માટે શહેર તરફ જવુંના પડે તે માટે ડભોઇ નગરમાં જ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ડભોઇ નગરની દીકરીઓ લેશે. માં ગઢભવાની દભૉવતી કલ્ચર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવમાં દસ દિવસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે તૈયાર થઈ સુંદર પર્ફોમન્સ કરનાર ગ્રુપને ઈ – બાઈક ઇનામમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ગરબા મહોત્સવના શુભારંભે નગરના ભાજપા પક્ષના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતના ચૂંટાયેલા પહઅને નગરના પ્રતિષ્ઠિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756