રાજકોટ જીલ્લા પંચાયત ખાતે “વિશ્વ હૃદય દિવસ” પર સ્કીનિંગ કેમ્પ યોજાયો.

રાજકોટ જીલ્લા પંચાયત ખાતે “વિશ્વ હૃદય દિવસ” પર સ્કીનિંગ કેમ્પ યોજાયો.
રાજકોટ જીલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે NCD દ્વારા “વિશ્વ હૃદય દિવસ” પર સ્કીનિંગ કેમ્પનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જીલ્લા પંચાયતના અનેક કર્મચારીઓને બોડીચેકની સુવિધાનો લાભ વિનામૂલ્યે પ્રાપ્ત થયો હતો. આ કેમ્પની થીમ “યુઝ હાર્ટ ઓફ એવરી હાર્ટ” રાખવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે હૃદય રોગને ગંભીર બીમારી જણાવી ડોક્ટરે જણાવેલા સૂચનોનું ગંભીરતા પૂર્વક પાલન કરવાનું કહ્યું હતું. જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે દરેક નાગરિક CRP પધ્ધતિ વિશે જાણે અને સમજે તે અતિ આવશ્યક છે. લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને અને હૃદય રોગને લગતા ચિન્હો વર્તાતા તાત્કાલિક ધોરણે ડોક્ટરનો સંપર્ક કરે. હૃદય રોગથી થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાના હેતુસર પદ્મકુંવરબા હોસ્પિટલના ડો.જૈની ગોરવાડીયાએ PPT ના માધ્યમથી હાર્ટને લગતા રોગો, લક્ષણો, સાવચેતી માટેના પગલા, રોગ થયા બાદના ઉપાયો સમજાવ્યા હતા. આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારશ્રી બ્રિજેશ કાલરીયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ શાહ સહિતના જીલ્લા પંચાયતના અધિકારીશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756