ડભોઈ માં બાળકો ઉઠાવી જાય છે નું અફવા બજાર ગરમ થતાં નગરમાં દોડધામ મચી

છેલ્લા ઘણા દિવસો થી સમગ્ર રાજ્ય માં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થવા ની વાત વાયુવેગે ફેલાઈ રહી છે જે ને જોતા વાલી ઓ માં પોતાના વ્હાલ સોયા બાળક ની ચિંતા થાય તે સ્વાભાવિક છે.ઠેર ઠેર બાળકો ઉઠાવતી ગેંગ ની ચર્ચા ટોક ટાઉન બનતા લોકો માં ખાસ કરી ને બહેનો માં પોતાના બાળકો પ્રત્યે એક પ્રકાર નો ડર જોવા મળી રહ્યો છે.જે ને લઈ છેલ્લા બે દિવસ થી ડભોઇ નગર માં બાળક ઉઠાવ ટોળકી ફરી રહી હોવાની વાતે અફવા બજાર ગરમ કર્યુ છે.જેના કારણે લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આધાર ભૂત સુત્રો માથી જાણવા મળ્યા મુજબ આજરોજ કડીયાવાડ ની બાળકી અગમ્ય કારણસર ધર માં કિધા વિના એના દાદી ને ત્યાં જતી રહી હતી જેની જાણકારી માતા ને હતી નહિ.જે પગલે એની શોધખોળ કરવા માં આવી અને આબાજુ અફવા બજાર ગરમ થયું અને લોકો એ ગામ માથે લીધુ શાળા એ વાલીઓ પહોંચી ગયા શહેર માં શાળા માથી બે બાળકી ઓ ઉઠાવી ગયા એવી ધડ માથા વગર ની અફવા એ જોર પકડયુ અંતે બે ચાર કલાક બાદ કડીયા વાડ ની બાળકી હેમખેમ તેના સંબંધી ને ત્યાં થી મળી ત્યાં સુધી ડભોઈ તાલુકા માં અફવા એ પગપેસારો કરી દીધો અને ડભોઈ ના બજાર માં પણ સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસ કર્મીઓ પણ સમયસર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.અને બે દિવસ પૂર્વે જ ડભોઇ પોલીસ દ્વારા આવી અફવા ઓ પર ધ્યાન ન આપવા અને ડભોઇ પોલીસ ને જાણ કરવા જણાવ્યું હતું.કહેવાય છે કે સોસીયલ મીડિયા માં પાંચ વર્ષ જુના વિડીયો એ અફવા બજાર ને ગરમ કરવામાં મહત્વ નો ભાગ ભજવ્યો હતો અખબારી આલમ પણ આવી અફવા ઓને ધ્યાન ન આપવા અને સોસીયલ મીડિયા માં જુના વિડીયો આગળ ન મોકલવા સમજદારી બતાવવા વિનંતી પણ કરવામાં આવી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756