અંબાજી હાઈવે માર્ગ પર ભારે ટ્રાફિકજામ, પોલીસ ગાયબ

અંબાજી હાઈવે માર્ગ પર ભારે ટ્રાફિકજામ, પોલીસ ગાયબ
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ શક્તિપીઠને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અંબાજીના હાઇવે માર્ગ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો જગ્યા જગ્યા પર વાહનો આડેધડ પાર્કિંગ કરવાના લીધે ભારે ટ્રાફિકજામ થયો હતો. અંબાજી પોલીસ ટ્રાફિક હટાવવામાં સક્રિય જોવા મળી હતી નહિ.
અંબાજી પીઆઈ ધવલ પટેલ અને તેમની પોલીસ ટ્રાફિક હટાવવામાં સફળ રહી નથી અને આજ કારણે હાઇવે માર્ગ પર અને અંબાજીના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામ થયો છે અંબાજી મંદીર પાસેના 7 નંબર ગેટ આગળ પણ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંબાજી વાહનો લઈને આવેલા યાત્રિકો ભારે હેરાન પરેશાન થયા હતા
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756