રાજકોટમાં આવતીકાલે પ્રથમ દિવસે ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણા સામે ટકરાશે.

રાજકોટમાં આવતીકાલે પ્રથમ દિવસે ગુજરાત મહિલા હોકી ટીમ હરિયાણા સામે ટકરાશે.
રાજકોટ માં ‘ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ ની થીમ સાથે ગુજરાતમાં નેશનલ ગેમ્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજકોટ ખાતે હોકીની રમતો આવતીકાલથી સવારે ૭.૧૫ વાગ્યાથી મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે યોજાશે. પ્રથમ મેચના પ્રારંભ સાથે સાંજના ૬ વાગ્યા સુધી જુદી-જુદી ૬ ટીમ વચ્ચે હોકી ખેલનો જંગ જામશે. મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરૂષ હોકી ટીમમાંથી તામિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે. હોકીની રમતમાં ગુજરાત, ઓડીસા, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહીત કુલ ૧૧ રાજ્યોના હોકી ખેલાડીઓ વચ્ચે ૪૦ જેટલા મેચ માટે સાથે રાજકોટમાં હોકી ફીવર સર્જાશે. મહિલા ફાઈનલ મુકાબલો તા.૧૧ ઓક્ટોબરે બપોર પછી ૧.૩૦ કલાકે તેમજ પરુષ ટીમની ફાઈનલ બપોરે ૩:૩૦ કલાકે રમાશે. આ માટે જરૂરી સંલગ્ન તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે. સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકો VIP મીડિયા સહિતની બેઠક વ્યવસ્થા, ખેલાડીઓ તેમજ ઓફિસિયલ્સ માટે ગ્રીન રૂમ, ભોજન કક્ષ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756