રાજકોટ જીલ્લામાં ‘પોષણ માસ’ ની ઉત્સાહભેર ઉજવણી.

રાજકોટ જીલ્લામાં ‘પોષણ માસ’ ની ઉત્સાહભેર ઉજવણી.
રાજકોટ માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮માં ૮ માર્ચના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરવામાં આવ્યો હતો. પોષણ અભિયાનને જનઆંદોલન બનાવવા પોષણ અંગે જાગૃતિ આવે, તે હેતુથી મહિલા અને બાળવિકાસ મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ અને માર્ચ માસમાં ‘પોષણ પખવાડીયા’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં પ માં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી ‘પોષણ પંચાયત’ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. રાજકોટ જીલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના સહયોગથી પોષણ શપથ, પોષણ રેલી, કિશોરીઓના હિમોગ્લોબીન ટેસ્ટ, બાળકોનું મેડીકલ સ્ક્રીનીંગ, BMI કેમ્પ, સ્વસ્થ બાળક સ્પર્ધા, THR (ટેક હોમ રેશન) કીટનું વિતરણ, જોખમી ગર્ભ ધરાવતી માતાના ગૃહની મુલાકાત, સુપોષણ સંવાદ, પોષણ તોરણ, એનીમિયા વિષે સમજૂતી, અતિ કુપોષિત બાળકોની મુલાકાત, બાળ તુલા, વૃક્ષારોપણ, સ્તનપાન વિષે પરામર્શ, યોગ, પોષણ રંગોળી, પોષણ ગ્રામસભા, રમત-ગમત સ્પર્ધા, ભૂલકાં મેળો સહિતની પ્રવત્તિઓ કરવામાં આવી હતી. આમ, બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સુધાર માટે મહિલા અને સ્વાસ્થ્ય, બચ્ચા અને શિક્ષા, જાતિગત સંવેદનશીલ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન અને આદિવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત આહારની થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરીને પોષણ માસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756