ડાંગનાં ઝરણ ગામે ત્રણ વર્ષીય બાળક ભૂગર્ભ ટાંકામાં પડી મોતને ભેટ્યો…

ડાંગનાં ઝરણ ગામે ત્રણ વર્ષીય બાળક ભૂગર્ભ ટાંકામાં પડી મોતને ભેટ્યો…
ડાંગ : ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ઝરણ ગામે ત્રણ વર્ષનું માસૂમ બાળક રમતા રમતા ઘર નજીકનાં પાણીનાં ભૂગર્ભ ટાંકામાં પડી ડૂબીને મોતને ભેટતા અરેરાટી વ્યાપી જવા પામી હતી….. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ઝરણ ગામે રહેતા હરેશભાઇ ખુરકુટેનું ત્રણ વર્ષીય બાળક તુષાર ઘરનાં આંગણામાં રમી રહ્યો હતો.આ ત્રણ વર્ષીય બાળક તુષાર રમતા રમતા ઘરનાં આંગણામાં બનાવવામાં આવેલ ભૂગર્ભ પાણીનાં ટાંકામાં પડી ગયો હતો.અહી ઘરનાં આંગણામાં આવેલ પાણીનાં ભૂગર્ભ ટાંકાનું ઢાંકણ ખુલ્લુ રહી જતા આ બાળક અચાનક તેમાં પડી ગયુ હતુ. ઘરની બહાર રમતુ બાળક આંગણા જોવા ન મળતા પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ ઘરની આજુબાજુ કે ઘરમાં બાળક મળ્યુ ન હતુ. જેથી બાળકનાં માતાને ભૂગર્ભ ટાંકામાં શંકા જતા તેણીએ અંદર ઉતરીને જોતા બાળક પાણીનાં ભૂગર્ભ ટાંકામાં ડૂબેલુ મૃત હાલતમાં મળી આવતા માતાએ લાડકા બાળકને છાતીએ લગાડી ઢળી પડી હતી.ડાંગ જિલ્લાનાં ઝરણ ગામે 3 વર્ષીય માસૂમ બાળક પાણીનાં ભૂગર્ભ ટાંકીમાં પડીને મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડવાની સાથે ગમગીનીનો માહોલ છવાયો હતો.
રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756