જૂનાગઢમાં નેશનલ લેવલ સાયન્સ સેમિનાર જિલ્લા કક્ષાનો યોજાયો

જૂનાગઢમાં નેશનલ લેવલ સાયન્સ સેમિનાર જિલ્લા કક્ષાનો યોજાયો
જૂનાગઢ : ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ લેવલ સાયન્સ સેમિનાર ૨૦૨૨ નું આયોજન કરવા માં આવ્યું હતુ.
જેની મુખ્ય થીમ સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ: ચેલેનજીસ એન્ડ પ્રોસ્પેક્ટ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા ની ૨૫ ટિમ ના ૬૦ વિધાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ગોધાણી તીર્થ જાવીયા સ્ફુલિંગ સિસ્ટમ જૂનાગઢ તથા દ્વિતીય ક્રમે હિરપરા માનસી શ્રી માધ્યમિક શાળા સુખપુર એમ બે નંબર આપવામાં આવ્યા હતા તથા ટ્રોફી આપવા માં આવી હતી.
આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષા માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે યોજાનાર છે. જે માં આ બાળકો જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તથા તેઓ આગળ પણ સારો દેખાવ કરી જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવા પૂજ્ય મુક્તાનંદજીબાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756