ગૌવંશ ના આત્માના કલ્યાણ અર્થે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે…

ગૌવંશ ના આત્માના કલ્યાણ અર્થે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે…
પ્રાચી તીર્થ ખાતે શનિવારે લંપી વાયરસમાં મૃત્યુ પામેલા ગૌવંશ ના આત્માના કલ્યાણ અર્થે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે…
પ્રાચી તીર્થ… સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન માં તારીખ 8/10/2022ને શનિવારના રોજ લંપી વાયરસમાં જે ગૌવંશો મૃત્યુ પામેલ તેમના આત્માને કલ્યાણ અર્થે પંચકુડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે હાલ ગુજરાત ભરમાં લંપી વાયરસ એ ગૌ વંશ નો ભરડો લીધો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં લંબી વાયરસ રોગ વધતો જાય છે અને દિવસે ને દિવસે ગાયોના મૃત્યુ થાય છે જેના અનુસંધાને આ લંપી વાયરસ ના રોગ ને નાથવા અને મૃત્યુ પામેલા ગો વંશ ના આત્માના કલ્યાણ અર્થે શાંતિ સદગતિ અર્પે તેવી ભાવનાથી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આહુતિ આપી પ્રાર્થના કરવામાં આવશે આ યજ્ઞમાં યજમાન તરીકે બેસવા માટે સંપર્ક કરો શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ તથા શ્રી સદગુરુ સુપર મેગા નેત્રનિદાન કેમ્પ આયોજક પત્રકાર જાદવભાઈ ચુડાસમા મો.9978523182 પર આત્મીય અનુરોધ કરાયો છે…
રિપોર્ટ.. શૈલેષ વાળા પ્રાચી તીર્થ..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756