પ્રજાહીત સર્વોપરી છે અને રહેશે.

આજે આપણી પાસે સેંકડો ટી.વી ચેનલો ઢગલાબંધ અખબારો મોજુદ છે .એક વખત એમ કહેવાતું હતું કે ટી વી.આવવાથી પ્રિન્ટ મીડિયા બંધ થઈ જશે પણ નહી પ્રિન્ટ મીડિયાની પોતાની આગવી શાખ હતી પ્રજા પ્રિન્ટ મીડિયાના સમાચાર ખબર પર આંખ મીંચીને વિશ્વાસ મુક્તી હતી પ્રિન્ટ મીડિયાના એક એક બોલ પર પ્રજાને વિશ્વાસ હતો ગળા સુધી સચ્ચાંઈની ખાતરી હતી
આજે ઉલટી હાલત છે આજે દિવસે દિવસે પ્રિન્ટ મીડિયાની વિશ્વસનીયતા ચોકકસ ઘટી રહી છે તમામ મીડિયા હાઉસ એવા નથી એમાં અપવાદ છે પણ આજે પ્રિન્ટ મીડિયાની આન બાન શાનને ધક્કો જરૂર પોહચ્યો છે પ્રિન્ટ મીડિયાની ચમક ઝાંખી જરૂર થઈ છે
લોકશાહીમાં ચોથા પાયા તરીકે પ્રિન્ટ મીડિયાની જવાબદારી વધી જાય છે આજે ખરેખર એમ વિચાર આવે છે કે આજે દેશમાં કેટલા એવા અખબાર છે જેને હૈયે પ્રજાહીત વસેલું છે ? પ્રજાના પ્રાણ પ્રશ્નો પ્રત્યે અવાજ ઉઠાવવાને પોતાનો અખબારી ધર્મ સમજતા હોય? સ્થાપિત હિતોની ચુંગાલમાંથી પ્રજાને જગાડવા કોશિશ કરતા હોય?સરકારની ખોટી નીતિ ખોરી દાનત પ્રત્યે સભાન હોય?
સરકાર યેનકેન પ્રકારે પોતાની વિરુદ્ધના સમાચારો છપાઈ ના તેની કાળજી તો રાખે જ .સત્તાધીશ પક્ષ કે સત્તા પર બેસેલા વિશેષ વ્યક્તિને ફાયદો થાય એવી રીતે પ્રજાના માનસ સાથે રીતસર છેડછાડ થઈ રહી ત્યારે મીડિયા કેમ ચુપ છે?
પ્રિન્ટ મીડિયાની મજબુરી સરકારી જાહેરાતો છે સરકારી જાહેરાતો મીડિયાને ઓક્સિજન પુરો પાડે છે .ઘણી વાર શાસક પક્ષ ડરાવી ધમકાવી ધાર્યું કામ કરાવી જાય છે
આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો ગર્વ કરીએ છીએ પણ આપણે જોઈ રહ્યા છે કે આપણે આપણો દેશ ધીમે ધીમે સરમુખત્યારશાહીની લોંખડી ઝંઝીરમાં કેદ થઈ રહ્યો છે
બહુમતી આપણે ફાયદા કરતા વધુ નુકસાન કરી રહી છે એમ નથી લાગતું ?.
અખબારો પોતાનો મૂળભૂત હેતુ ભુલે નહીં પ્રજાહીત સવોપરી છે અને રહેશે.
રિપોર્ટ :અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756