ડાંગ : ૧૦૮ દિકરીઓ ને સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લામાં અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા ૧૦૮ દિકરીઓ ને સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું
ડાંગ જિલ્લાના જામનવિહીર ગામ માં આજરોજ નવરાત્રી ના પવિત્ર દિવસો માં ૧૦૮ દિકરી ઓ ની પૂજા અર્ચના કરી અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળામાં ભણતી માધ્યમ અને પછાત વર્ગ ની દીકરીઓ ને બેગ વિતરણ કરવામાં આવી હતી.છેલ્લા ૬/૭ વર્ષ થી અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તાર માં સેવા ના અનેક કામો કરવામાં આવ્યા છે.આ વિસ્તારના યુવા મિત્રો તેમજ વડીલો પણ એમની સાથે આ સેવાકીય પ્રવૃત્તિ માં હાથ થી હાથ મેળવી કામ કરે છે.જયારે આજરોજ જામનવિહિર ગામ માં ૧૦૮ જેટલી સ્કૂલ બેગ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી.આ સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ માં અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન સંસ્થા ના નેહાબેન પટેલ,મહેન્દ્ર સિંહ રાજપુરોહિત,પરેશ ભાઈ ગાયકવાડ,અંબાલાલ પટેલ તેમજ ગ્રામજનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ગ્રુપ દ્વારા બીજા આદિવાસી વિસ્તારો ડાંગ જિલ્લાના બીજા ગામો માં પણ વિનામૂલ્યે સ્કૂલ બેગ,નોટબુક તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ અને ભણતરલક્ષી વસ્તુઓ બાળકો ને આપવામાં આવે છે આ સંસ્થા નો વિશેષ ધ્યેય પછાત વર્ગ ના બાળકો ને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને આવનારું બાળકો નું ભવિષ્ય ઉજ્જવળ બને.ત્યારે આ સંસ્થા દ્વારા જે ગામ માં સ્કૂલ બેગ નું વિતરણ કરવામાં આવ્યું એ ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં આવી જ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેવાની શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756