ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇ રસ્તા પર પીંપરી દાવદહાડ ગામ નજીક અકસ્માત.

ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇ રસ્તા પર પીંપરી દાવદહાડ ગામ નજીક અકસ્માત.
ડાંગ. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ ગૌરાંગ હોસ્પિટલનાં ડૉ.અમ્રૂતલાલ પટેલ અને તેની પત્ની જ્યોત્સનાબેન પટેલ તેમની પોતાની માલિકીની હોન્ડા સીટી કાર.ન.જી.જે.30.એ.0525માં સવાર થઈ આહવા જઈ રહ્યા હતા તે દરમ્યાન આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં પીંપરી ગામ નજીકનાં દાવદહાડ પાસેનાં વળાંકમાં આગળ જઈ રહેલ મોટરસાયકલ.ન.જી.જે.15.એલ.એલ.1840ને પાછળથી પુરપાટ ઝડપે અડફેટમાં લઈ આ કારને માર્ગની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ભટકાવી દેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ સવારોમાં મધુકરભાઈ ગંગારામ ભિવસન,હારૂનભાઈ અખાતભાઈ ઘૂલૂમ તેમજ જીગ્નેશભાઈ મહેશભાઈ રાઉત તમામ રે.નડગખાદી તા.આહવાનાઓને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે હોન્ડા સીટી કારમાં સવાર આહવાનાં ડૉ અમ્રૂતલાલ પટેલ અને તેની પત્ની જ્યોત્સનાબેનને પણ શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા ડૉ દંપતીને સારવાર માટે ચીખલી હોસ્પિટલમાં ખસેડાયા હતા.અહી ડૉ અમ્રૂતલાલ પટેલની પત્ની જ્યોત્સનાબેન પટેલનું ગંભીર ઇજાઓનાં પગલે ચિખલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા આહવા નગરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી..
રિપોર્ટ. સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756