પ્રાચી તીર્થ ખાતે મંગળવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન, હાર્ડવૈદકેમ્પ યોજાશે

પ્રાચી તીર્થ ખાતે મંગળવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન, હાર્ડવૈદકેમ્પ યોજાશે
Spread the love

પ્રાચી તીર્થ ખાતે મંગળવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન, હાર્ડવૈદકેમ્પ યોજાશે

પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન માં મંગળવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન, હાર્ડવૈદકેમ્પ યોજાશે..

આંખના તથા હાર્ડ વૈદ ના તમામ જરીયાત દર્દીઓને લાભ લેવા અનુરોધ..

પ્રાચી તીર્થ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રયજ્ઞ તથા હાર્ડ વૈદ નિદાન કેમ્પ આગામી તારીખ 18/10/22 ને મંગળવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપ છે તથા હાર્ડવૈદ રવીભાઈ દ્વારા નિદાન, સારવાર કરવામાં આવશે અને દવા મફત આપવામાં આવશે આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ માં આંખના રોગનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ કોલ્ડેબલ લેન્સ નેત્ર મણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આવનાર દર્દીઓને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા-પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા મફત આપવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવા ની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઇ પણ બીમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવ ભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મોબાઈલ નંબર 9978523182 પર સંપર્ક કરવા દર્દીઓને અનુરોધ કરાયો છે.આ કેમ્પમાં આવતાં તમામ દર્દીઓ ને સાથે આધારકાર્ડ લાવવાનું રહેશે….

રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી તીર્થ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!