ખેડબ્રહ્મા: પૂર્વ ધારાસભ્ય ની હાજરીમાં કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ભગવો ધારણ કર્યો.

ખેડબ્રહ્મા: પૂર્વ ધારાસભ્ય ની હાજરીમાં કોંગ્રેસને અલવિદા કહી
ભાજપનો ભગવો ધારણ કર્યો.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે
સગરામપુરા કંપા ખાતે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની મીટીંગ મળી હતી.
જેમાં સગરામપુરા કંપા, નાકા આકળી વાવ, ખેરગઢ, કરૂંડા અને તેની આજુબાજુના ગામોના અસંખ્ય કાર્યકરો કોંગ્રેસને અલવિદા કહી અશ્વિનભાઈ કોટવાળ ના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો હતો
પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી રાજાભાઈ ડાભી નાકા, સાઈબાબાઇ ગમાર આકડી વાવ, બાલુભાઈ ખેર ખેરગઢ, રમેશભાઈ તથા સુરેશભાઈ વણઝારા કરુન્ડા, ભુપ્તા ભાઈ પરમાર સહિત ના દરેક સમાજના શ્રેષ્ઠીઓ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આ મિટિંગમાં શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ,
મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ જોશી, નરેશભાઈ પટેલ, નરસિંહભાઈ સોલંકી તેમજ ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષ છોડીને આવેલા તમામ કાર્યકરોને પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળે આવકાર આપી સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ; ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756