જૂનાગઢ જિલ્લાનો સૌપ્રથમ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કેશોદના શેરગઢ ગામે થયો ઈન્સ્ટોલ

જૂનાગઢ જિલ્લાનો સૌપ્રથમ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કેશોદના શેરગઢ ગામે થયો ઈન્સ્ટોલ
Spread the love

જૂનાગઢ જિલ્લાનો સૌપ્રથમ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કેશોદના શેરગઢ ગામે થયો ઈન્સ્ટોલ

 

 રૂા.૪૨,૦૦૦ના પ્લાન્ટમાં સરકાર આપે છે રૂા.૩૭,૦૦૦ની સબસીડી

 

 ગોબરધન યોજનાથી વર્ષો સુધી મળશે નિઃશુલ્ક રાંધણગેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે જિલ્લાનો સૌપ્રથમ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ રૂા.૪૨૦૦૦ના પ્લાન્ટમાં રાજ્ય સરકાર દ્વારા રૂા.૩૭,૦૦૦ની સબસીડી આપવામાં આવે છે. ફલેક્ષી બાયોગેસથી વર્ષો સુધી નિઃશુલ્ક રાંધણગેસ મળી રહેશે.

સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ ફેઝ-૨ યોજના અંતર્ગત રાજ્યભરમાં કસ્ટર બેઝ વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે પશુધન ધરાવતા કુટુંબો માટે ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાંથી સૌપ્રથમ કેશોદ તાલુકાના શેરગઢ ગામે વસવાટ કરતા દિનેશભાઈ કારાભાઈ ગરચરને ત્યાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના હેઠળ આવતા ઘટક “વ્યકિતગત ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટ” જૂનાગઢ જિલ્લાના શેરગઢ ગામે સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. ગોબરધન યોજનાથી લાંબા સમય સુધી નિઃશુલ્ક કુદરતી રાંધણગેસ મળી રહેશે. આ કુદરતી ગેસ સંપૂર્ણ સુરક્ષીત અને સલામત છે. દરમહિને બે થી ત્રણ એલ.પી.જી. બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. સાથોસાથ સ્લરી પણ ઉપજે છે. આ સ્લરીનો ખેતરમાં ઓર્ગેનીક ખાતર તરીકે પણ ઉપયોગ કરી ખુબ સારૂ ઉત્પાદન મેળવી શકાય છે, તેમજ જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય છે.

એન.ડી.ડી.બી. આણંદ ખાતેથી આવેલ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટની ટીમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢના એચ.આર કન્સલ્ટન્ટ ગૌતમ સોંદરવા, ગોબરધન કન્સલ્ટન્ટ રૂબીન દુધાત્રા તેમજ કેશોદ બ્લોક કો-ઓર્ડીનેટર રેનીશ વાઘેલા અને કલ્સટર કો–ઓર્ડીનેટર સુધીર જોટવા ઉપસ્થિત રહી જિલ્લા કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ ફલેક્ષી બાયોગેસ પ્લાન્ટનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું..

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!