હું એમના માટે લખું છું ગઝલ મરીઝ આ જે બે ચાર મારો કમાલ સમજે છે

મરીઝ સરની કાલે 105 મી પુણ્યતિથિ છે
મરીઝ સરના કેટલાક શેર જોઈએ.
લલિત વસ્તુ ને સંગત જોઈએ કોમળ હવા જેવી
પવનની પીઠ ખુશ્બુઓ વિસ્તરતી નથી હોતી.
ના માંગ ગજાથી વધુ જીવન
એક પળ એવી દેશે વિતાવી નહીં શકે.
ટોળે વળે છે કોઈની દીવાનગી પર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી.
એ ચુપ રહે છે જેનો અધિકાર હોય છે.
કાયમ રહી જો જાય તો પેગબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
જો એ ખબર પડે તો કેટલી મજા પડે
ઈશ્વર જગતમાં કોનો તરફાદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં
એની અંદર શુ હશે મારી બલા જાણે મરીઝ
બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે.
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
આ નાના નાના દર્દ તો થાતા નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સોં પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે
દુનિયામાં કઈક નો હું કરજદાર છું મરીઝ
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને
પરંતુ એ ના સમજાયું હજી પણ એની નસ ક્યાં છે
છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે
જુવો તો ખાસ કંઈ ગિરદી નથી ઈશ્વરના રસ્તા પર
ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ .
દિલ વિના લાખો મળે એને સભા નથી કહેતા .
જે એ કહે કોઈ ના વ્યસન હોવું જોઈએ
કેવું અધૂરું એનું જીવન હોવું જોઈએ..
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.
પૂરતો નથી નસીબનો આનંદ એ ખુદા
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ
મરીઝ સરના એક એક શેર અણમોલ કોહીનુંર જેવા છે
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756