કુકાવાવ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

કુકાવાવ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી
ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કુકાવાવ ખાતે 50 લાખ કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમને શુભારંભ પટેલ વાડી ખાતે કરવામાં આવ્યો હતો આતકે તાલુકાના 1500 થી વધારે લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આયુષ્યમાન કાર્ડ વિશેની વિગતવાર માહિતી આપતા તાલુકા ભાજપ અગ્રગણી ગોપાલભાઈ અટાળા અન્ય જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી કુકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા લાખોની સંખ્યામાં લોકોને ફાયદો થયો છે અને ગરીબ પ્રજા સુધી આયુષ્યમાન કાર્ડ વરદાન રૂપ બન્યું છે એવી માહિતી આપી હતી
ઉપસ્થિત તમામ મહાનુભાવો એ આ તાલુકાના આરોગ્ય કર્મચારીઓને બિરદાવતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં અને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આ તાલુકો અને તેના કર્મચારીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારી ડોક્ટર સાલવી સાહેબ જિલ્લા પંચાયત સીટ ના તમામ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્યશ્રીઓ તેમજ તાલુકાના તમામ ગામના સરપંચોએ હાજરી આપી હતી તાલુકાના તમામ તલાટી મંત્રીશ્રી, આઇસીડીએસ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થયા હતા
માનનીય વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી અને આ આરોગ્ય મંત્રી દ્વારા વર્ચ્યુઅલ પ્રેરક પરિસ્થિતિમાં હોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
આયુષ્યમાન કાર્ડ દ્વારા લાખો ગરીબ પરિવારને મફતમાં સારવાર મળી રહે રહેશે એવું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવા મા આવ્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756