રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ નું સફળ આયોજન

🩸 ::રક્તદાન કેમ્પનું સફળ આયોજન 🩸
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત – ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું.
🩸🩸🩸🩸🩸🩸
વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલમાં રક્તની ખુબ જ જરૂરિયાત હોઈ, હાલ અનેક વ્યક્તિઓ જીવન સામે સંઘર્ષ કરી રહેલ છે એમને મદદરૂપ થવાના હેતુથી આ રક્તદાન શિબિર નું આયોજન ટૂંકા સમયમાં કરવામાં આવેલ.
દિનાંક 23.10.2022 ને રવિવારના રોજ “માધવ સ્મૃતિ” – સંઘ કાર્યાલય ખાતે, સવારે 9 વાગ્યે મહંત શ્રી મહાદેવગિરિબાપુ, Rss ના વિભાગ સંઘચાલક માનનીય શ્રીશામજીભાઈ દુધાત્રા, શ્રી રાકેશભાઈ શેઠ, ભારત વિકાસ પરિષદ ના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ રાજાણી તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા તેમના આશીર્વાદ સાથે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવેલ.
દીપાવલી તથા નૂતન વર્ષની શરૂઆત માનવતાના પુણ્યકાર્ય રૂપી મહારક્તદાન શિબિરમાં 51 રક્તદાતાઓ એ સહભાગી બની આયોજનને સફળ બનાવેલ છે તે સર્વેનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
રક્તદાન કરવાથી અનેક ની જીંદગીમાં નવી રોશની ફેલાઈ છે અને સાથે સાથે રક્તદાતા ને પણ ખુબજ ફાયદો થાય છે…. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે જેનું મૂલ્ય આંકી શકાય નહીં.
આ તકે રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર સર્વે કાર્યકર્તાઓ ,સ્વયંસેવક બંધુઓ નો આભાર વ્યક્ત કરીએ છીએ.
આભાર
વંદે માતરમ્.
ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ.
તથા
ભારત વિકાસ પરિષદ, જૂનાગઢ શાખા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756