ડભોઇ ભાજપ ના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ એ કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો

ડભોઈ ભાજપ ના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ભાઈ પટેલ ની ઘણા સમય થીં કોંગ્રેસ માં જોડાવા ની અટકળો પર આજે મહોર લાગી ગયી છે.ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ના હસ્તે ખેસ ધારણ કરી ડભોઇ ભાજપ ના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ વિધિવત રીતે કોંગ્રેસ માં જોડાયા હતા.પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ તેમજ ડભોઇ કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત રહી બાલકૃષ્ણ પટેલ નું કોંગ્રેસ માં સ્વાગત કર્યું હતું.બાલકૃષ્ણ પટેલ ના કોંગ્રેસ માં જોડાતા ડભોઈ ના રાજકારણ માં ભારે ઉથલ પાથલ સર્જાયી છે.પાટીદાર બહુમતી ધરાવતી ડભોઈ વિધાનસભા માં બાલકૃષ્ણ પટેલ ની એન્ટ્રી થી રાજકારણ ગરમાયુ છે.તેમજ આવનારા દિવસો માં કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલ નું નામ લગભગ નક્કી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.આજરોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે બાલકૃષ્ણ ભાઈ નું કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી તેમજ ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં ડભોઇ તાલુકા ના કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756