માદક પદાર્થ સાથે પરપ્રાંતિય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

માદક પદાર્થ સાથે પરપ્રાંતિય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.
Spread the love

માદક પદાર્થ હેરોઇન, અફીણ તથા પોષ ડોડાના જથ્થા સાથે પરપ્રાંતિય આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઇન,અફીણ તથા પોષ ડોડાના જથ્થા સાથે પકડાયેલ રાજસ્થાનના પરપ્રાંતિય સહઆરોપી હુશેનખાન કમલખાન સમૈજાને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.

શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો , મનઃપ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાના કામે નાસતા – ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે – રોલ / ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી , જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .

જે અનુસંઘાને શ્રી એસ.એમ.સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જે અન્વયે એસ.ઓ.જી.ટીમએ ચોક્કસ બાતમી આધારે તથા ટેક્નિકલ સોર્સ મારફતે જામનગર જિલ્લાનાં ફલ્લા ગામેથી અમરેલી જિલ્લાના અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપી :
( ૧ ) હુશેનખાન ૬ મલખાન સમેજા , ઉ.વ -૪૫ , ધંધો – મજુરી , હાલ રહે , ફલ્લા , રાજકોટ – જામનગર હાઇ – વે રોડ ઉપર આવેલ ” જય ગોપાલ ” હોટલની બાજુમાં , તા.જિ.જામનગર , મુળ રહે.ગાગરીયા , મસ્જીદની પાસે , તા.રામસર , જિ.બાડમેર , મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન અમરેલી સીટી પો.સ્ટે . પાર્ટ – બી ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩ ૨૨૦૯૨૬/૨૦૨૨ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮ ( સી ) , ૧૫ ( એ ) , ૧૭ ( એ ) , ૨૧ ( એ ) , ૨૨ ( એ ) , ૨૯ મુજબના ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે , મજકુર ઈસમને સદરહું પકડાયેલ માદક પદાર્થ અફીણનો જથ્થો આપવા માટે આવેલ હતો .

મજકુર પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પો.સ્ટે . , ખાતે સોંપવામાં આવેલ છે . તથા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કરવામાં આવેલ છે .

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સૂચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ.સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે.મોરી , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી સીટી પો.સ્ટે . ના એન.ડી.પી.એસ.ગુનાના કામે પકડવાનો બાકી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_16665485082450646.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!