ગિરનાર પરિક્રમાર્થીઓને પર્યાવરણનું સંરક્ષણ કરવા સાથે નિયત રૂટ ઉપર ચાલવા અનુરોધ

ગિરનાર પરિક્રમાર્થીઓને પર્યાવરણનું સંરક્ષણ કરવા સાથે નિયત રૂટ ઉપર ચાલવા અનુરોધ
જૂનાગઢ : ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ લીલી પરિક્રમમાં ભકિતનું ભાથુ બાંધવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનાર ફરતે ૩૬ કી. મી. ની આ પરિક્રમાનું આગવુ ધાર્મિક મહત્વ છે. ત્યારે ભકિતનું ભાથુ બાંધવા આવતા શ્રધ્ધાળુઓને જૂનાગઢ વન વિભાગ ધ્વારા પર્યાવરણની જાળવણી સહિત કેટલીક બાબતોએ સહયોગ આપવા અપીલ કરી છે.
આ વર્ષે પરિક્રમાં તા.૪/૧૧/૨૦૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે , જેથી જંગલ, વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીએ પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે.
જે મુજબ ગિરનાર અનામત જંગલ વિસ્તાર માં આવેલ પક્રિમાના રસ્તા તથા કેડીઓ ભવનાથ થી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તો, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણા થી ચાર ચોક સુધીનો રસ્તો , ઝીણાબાવાની મઢી થી માળવેલા સુધીની કેડી, ઝીણાબાવાની મઢી થી સરકડીયા હનુમાન સુધીની કેડી,માલીડા થી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડ થી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડ થી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળા થી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડી થી નળપાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ત્રણ રસ્તા થી બોરદેવી સુધીનો રસ્તો, બોરદેવી થી ભવનાથ સુધીનો રસ્તો વન વિભાગ ધ્વારા રસ્તાઓ નિયત કરાયેલ છે. જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવે છે.ઉપરાંત ગિરનાર જંગલ ને અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી શ્રધ્ધાળુઓએ નીચે મુજબના કાયાદાકીય સુચનો ધ્યાને લઇ પરિક્રમાં દરમ્યાન કાળજી લેવી.
ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં પરિક્રમા દરમિયાન ઉપરોક્ત નક્કી કરેલ રસ્તા અને કેડીઓ સિવાયના અન્ય વન્યપ્રાણી વિસ્તારમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં અને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવો નહીં કે છંછેડવા નહીં.
વન્ય પ્રાણીઓમાં વૃક્ષો, વનસ્પતિ, વાંસ વગેરેનું કટીંગ કરવું નહીં. તેમજ જંગલમાં કે કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં અને જંગલને તથા વન્યજીવો વન્ય પ્રાણીઓને નુકસાન થાય તેવા કૃત્ય કરવા નહીં અને ગુન્હો કરનાર સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
પરિક્રમા ના સમય પહેલા અને પછીના સમય તથા પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા સરકારી વાહનો તેમજ આ ખાતાની પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઈપણ પ્રકારના વાહનોને જાહેર રસ્તા કે કેડી ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે.
આ ખાતા તરફથી પરિક્રમાના સમય દરમિયાન સેવામાં આવેલ સેવાભાવી સંસ્થાઓ જેવી કે અન્નક્ષેત્ર, પાણીના પરબ વગેરેને નિયત શરતોને આધીન મંજૂરી આપવામાં આવશે. તે જ સંસ્થાઓ જંગલ વિસ્તારમાં રાઉટી નાંખી શકશે. અન્નક્ષેત્રોમાં લાકડાને બદલે જે ગેસનો ઉપયોગ કરશે તેવા ક્ષેત્રોને જ મંજૂરી આપવામાં આવશે. અને તેમના માટે જ વાહનની મંજૂરી આપવામાં આવશે. તે વાહનોને સામાન ઉતાર્યા બાદ જંગલ ભાગમાંથી બહાર નીકળી જવાનું રહેશે અને આ બાબતે કોઈ ફરિયાદ હોય તો નોડલ ઓફિસર પરિક્રમા/ મદદનીશ સંરક્ષક શ્રી જૂનાગઢ વન વિભાગ જૂનાગઢ મોબાઈલ -૭૫૬૭૩૦૬૧૬૪ , ડિવિઝન કચેરી સરદારબાગ જૂનાગઢ ફોન નંબર (૦૨૮૫) ૨૬૩૧૧૮૨ નો સંપર્ક સાધવાનો રહેશે.
પરિક્રમા પૂર્ણ થયા બાદ રાવટી /અન્નક્ષેત્ર ખોલનાર સંસ્થાએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ થકી કચરો ઉત્પન્ન થયો હોય તે તમામની સફાઈ કરી કચરો ગિરનાર અભયારણ્ય માંથી બહાર લઈ જવાનો રહેશે. અન્નક્ષેત્ર/ ઉતારાની સેવા આપતી સંસ્થાઓને ફક્ત માલસામાન વાહતુક કરવા પરમિટ આપવામાં આવશે. વાહન સાથે ફક્ત સંસ્થાના ફોટો આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા સ્વયંક સેવકોને જ પ્રવેશ આપવામાં આવશે.
વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ, રેકડી, સ્ટોલ રાખવાની સખત મનાઈ છે. ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચ ગાનની પ્રવૃત્તિ ની સંપૂર્ણ મનાઈ છે. પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા રેડિયો,સ્પીકરો વગેરે સાથે લઈ જવાની મનાઈ છે.
અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગ નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને પાન,માવા, ગુટખા, તમાકુ, બીડી સિગરેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.
અભયારણ્યમાં કચરો કચરા થયેલી સિવાય ગમે ત્યાં નાખવો નહીં. વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં તથા જમીનને પ્રદૂષિત કરવા નહીં.
અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમથી વન્યપ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશ, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા તેને ગમે ત્યાં ફેકવા પર મનાય છે.
ઉપરોક્ત જાહેર સુચના ભંગ કે ઉલ્લંઘન કરવા સામે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની વિવિધ કલમો ની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756