પરિક્રમાર્થીઓ માટે જીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરાશે

પરિક્રમાર્થીઓ માટે જીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરાશે
ગિરનાર પરિક્રમા ૩૬ કિ.મી. જેટલી લાંબી યાત્રા પગપાળા કરવાના હોવાથી પરિક્રમર્થીઓ માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધા
જૂનાગઢ : ગિરનાર પરિક્રમાનો રૂટ ૩૬ કિ.મી. જેટલા લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે, ત્યારે પરિકમાર્થીઓને આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર ઝીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવશે.
ગિરનાર પરિક્રમા દરમિયાન ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાર્થીઓ માટે કાર્યરત રાખવામાં આવશે. ઉપરાંત વન વિભાગ દ્વારા પણ સમગ્ર પરિક્રમાના રૂટ ઉપર ૧૬ જેટલી હંગામી રાવટીઓ ઊભી કરવામાં આવી છે. અહીંયાથી પણ લોકોને જરૂરી પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવે છે.
ભાવિકોના આરોગ્યની કાળજી માટે પરિક્રમાના રૂટ ઉપર આરોગ્યને હાનિકારક હોય તેવા ફરસાણ વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણી પીણીની વસ્તુઓ- ખોરાક ન ખાવાની તકેદારી રાખવા ઉપરાંત ખરાબ કે નદી નાળાનું પાણી પીવામાં ઉપયોગ ન લેવું સલાહભર્યું રહેશે. ક્લોરીનેશન વાળું પાણી પીવામાં ઉપયોગ લેવું જોઈએ.
આ સાથે પરિક્રમાથીઓને જરૂર પડયે કે આકસ્મિક સંજોગોમાં આ સેવાઓનો લાભ લેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત બે વર્ષ કોરોના મહામારીના ગિરનાર પરિક્રમાનું આયોજન શક્ય બન્યું ન હતું. ત્યારે આ વર્ષે ભાવિકોનો ખૂબ ઘસારો જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગરવા ગિરનારની આ પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભો થવાનો છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756