જૂનાગઢમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર યોજાશે

જૂનાગઢમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર યોજાશે
Spread the love

જૂનાગઢમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર યોજાશે

 

તા.૯ નવેમ્બર સુધી અરજી મોકલવાની રહેશે

જૂનાગઢ :  રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના વ્યકતિગત વિકાસ, યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપધ્ધતી, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓને શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાના હેતુથી રાજય સરકાર દ્રારા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીરની તાલીમ ૭  દિવસ માટે આપવાનું નક્કિ કર્યું છે.

રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્રારા રાજય સરકારના ખર્ચે ૭ દિવસની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર આગામી નવેમ્‍બર માસના છેલ્લા સપ્તાહમાં જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૩૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર માટે જેઓ તા. ૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનું પુરૂનામ, સરનામું, જન્‍મનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, આધારકાર્ડ, બેંક પાસબુક, NCC/NSS, રમતગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રકની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પહેલો માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ  તા.૦૯/૧૧/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.

શિબિર દરમિયાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્રારા આપવામાં આવશે.આ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર માટેના ફોર્મ દરેક જિલ્લાની રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા ફેસબુક ID – Dso Junagadhcity પરથી મળી રહેશે.

કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતીને પત્ર દ્રારા/મોબાઇલ/ઇ-મેઇલ દ્રારા જાણ કરવામાં આવશે.પસંદ થનારને જિલ્લા રમત ગમત અધિકારી, જુનાગઢ મારફત જાણ કરવામાં આવશે.કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં જિલ્લા રમત ગમત અધિકારી, જુનાગઢ ઓફિસ નંબર -૦૨૮૫ ૨૬૩૦૪૯૦ તેમજ ઇમેઇલઃ- [email protected] ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!