હેમુભાઈ ગઢવીની દરિયાદિલી

એક ગરીબબેનનો એકનો એક દીકરો મામાને ત્યાં જવાની જીદ લઈને બેઠો છે .એ બેનને કોઈ ભાઈ હતો નહી દીકરાને લઈ જવો તો ક્યાં મામાને ઘરે લઈ જવો ? એક વખત દીકરો મામાને ત્યાં જવાની જીદ લઈને બેઠો છે દીકરાને શુ જવાબ દેવો એ બેન વિચારમાં હતા એ વખતે રેડીઓ પર હેમુદાન ગઢવીનો ગામનો ચોરો કાર્યકમ ચાલતો હતો એ બેન સહસા બોલી ઉઠે છે દીકરા આ જ તારો મામો છે દીકરો ખુશીથી નાચી ઉઠ્યો મા તે મને મામાની વાત કેમ ના કરી કેમ કરું દીકરા તારા મામા બહુ આઘે રહે છે છેક રાજકોટ રહે છે .
તો માં આપણે રાજકોટ જઈએ
ના બેટા હું તારા મામાને કાગળ લખું છું જવાબ આવે પછી જઈશું
મા તને મામાનું નામ ખબર છે?
હા દીકરા તારા મામાનું નામ હેમુદાન ગઢવી છે
મા ગઢવી તો આપણે પણ છીએ ને?
એટલે તો એ તારા મામા થાય
પછી દીકરાએ મામાને કાગળ લખવાની જીદ પકડી
રેડીઓ પર ગામનો ચોરો કાર્યકમ પૂરો થયો પછી આકાશવાણી રાજકોટનું નામ બોલાયું .પેલા બેને હૈયે હામ રાખી આકાશવાણી રાજકોટના સરનામેં કાગળ લખ્યો.
હેમુભાઈ મને અને તમને આંખની પણ ઓળખાણ નથી છતાં તમને મેં મારા ભાઈ માન્યા છે જન્મથી જ હું ખુબ દુખિયારી છું બાળોતિયાની બળેલ છું મારે કોઈ આશરો કે આધાર નથી મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું ઘર ઝખતો હતો.મને કોઈ ભાઈ નથી તો દીકરાને મામો ક્યાંથી લાવી દઉ? આથી મેં મામા તરીકે તમારું નામ લીધું છે રેડીઓ પર તમારો કાર્યકમ સાંભળી આ કાગળ લખું છું.જો મારી વાત તમારા હૈયે ઉતરે તો મારા દીકરાના મામા થાજો.અને તમને સમય મળે તો અહીં એકાદ આંટો મારી જજો નહિતર આ કાગળને નકામો સમજી ફાડી નાખજો અને મને માફ કરી દેજો
આ બેનનો કાગળ આકાશવાણી રાજકોટમાં ગામનો ચોરો વિભાગમાં ગયો ત્યાંથી આકાશવાણીના એક ભાઈ આ કાગળ હેમુદાન ગઢવીને આપી આવ્યો વાંકીચૂકી લીટી ગરબડીયા અક્ષરો ઘણી બધી છેકછાક માંડ માંડ હેમુભાઈએ કાગળ વાંચ્યો વાંચીને હેમુભાઈની આંખો ભીની થઇ ગઇ
ઓહ દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવનમાં કથનમાં પ્રાણ પુરવા માંગે છે એ જ તત્વ આજે સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે ભલે બેન એક નહીં સાત વાર હું તમારો ભાઈ.
એક વખત હેમુભાઈ જૂનાગઢ કાર્યકમ પતાવી પોતાના સાથી કલાકાર મિત્રો સાથે રાજકોટ પાછા ફરતા હતા ત્યાં એક ગામને પાદરે હેમુભાઈએ ગાડી રોકાવી મધરાતે પેલા બેનના ઘરે ટકોરા માર્યા ભાણેજને ગળે લગાડ્યો અને એ જમાનામાં કાર્યકમ પેટે મળેલી રકમ 5000 આજના લગભગ 30 લાખ થાય એ 5000 રૂપિયા બેનને આપી આવ્યા
હેમુભાઈની ગાડી પછી રાજકોટના પાદરે પોહચી ત્યાં બધા ચાહ પીવા રોકાયા.અને હેમુભાઈએ ચાહ પીતા પિતા આ વાત પોતાના સાથી કલાકારમિત્રોને કરી કે તમારા ભાગના રૂપિયા પણ હું મારી બેનને આપી આવ્યો છું તમારા રૂપિયા તમને બે ચાર દિવસમાં મળી જશે
હેમુભાઈના સાથીમિત્રો તરત જ બોલી ઉઠ્યા જે તમારા બેન એ અમારા બેન.અને તમે જો આ ધરતીની ઉજલિયાતના રખોપા કરતા હોય તો અમારે એ રૂપિયા ના ખપે સમ છે તમને કસુંબલ ધરતીના જો તમે એ રૂપિયાની વાત કરી છે તો.
ધીરે રહીને હેમુભાઈ બોલ્યા બીજું બધું તો ઠીક આ ચાહવાલા ભાઈને એમની ચાહના રૂપિયા કોક આપી દો મારી પાસે હતા એ બધા મારી બેનને આપી આવ્યો છું આ સાંભળી ચાહવાલા ભાઈ આશ્રયચકિત થઈ ગયા આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતા પર વારી ગયા કોઈ ચાહના રૂપિયાની વાત કરશો માં તમે ધરતીની અબરૂના રખોપા કરો અને હું તમારી ચાહના રૂપિયા લઈ લઉ તો મારી માનું ધાવણ લાજે
ના ચાહ વાળાએ રૂપિયા લીધા ના સાથી કલાકારમિત્રોએ
કાઠિયાવાડની ધરતી ગઢવીઓના પ્રતાપે મઘમઘતી થઈ ગઈ આજ હેમુભાઈના નામ પર રાજકોટમાં હેમુગઢવી થિયેટર છે
આમ પણ કાઠિયાવાડની ધરતી સંતોની ભુમી છે.પણ જ્યારે એક સંસારી માણસ સંત જેવું આચરણ કરે તો આપણે ઇ કાઠિયાવાડની ધરતીના હોવાનું ગર્વ અભિમાન થાય.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756