મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકો ને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સમગ્ર દેશ અને દુનિયા માં ચકચાર મચાવનાર મોરબી ના જુલતા પુલ દુર્ઘટના માં 135 જેટલા નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે.જે ઘટના ની ગંભીરતા ને જોતા સરકાર દ્વારા 2 નવેમ્બર ના દિવસે રાજ્યવ્યાપી શોક જાહેર કર્યું હતું ત્યારે આજરોજ મૃતકો ની આત્મા ની શાંતિ માટે ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે.ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા ગોજારી ઘટના માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ માટે ડભોઇ ટાવર ચોક વિસ્તાર માં શ્રદ્ધાંજલિ આપી મૌન પાડવા માં આવ્યું હતું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના શશીકાંતભાઈ પટેલ,કાજલબેન દુલાણી,ડો બી.જે.બ્રહ્મભટ્ટ,ડો,સંદીપ શાહ,વિશાલ શાહ,બીરેન શાહ ,એમ.એચ.પટેલ સહિત ના ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો ઉપસ્થિત હતા સાથે ટાવર બજાર માં હાજર તમામ રાહદારીઓ તેમજ વેપારીઓ શૈલેષભાઈ મહેતા સાથે જોડાયા હતા તેમજ મૃતકો ને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત ડભોઇ નગરપાલિકા ખાતે પણ મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ની શાંતિ માટે તમામ ને સદગતી મળે તે માટે પાલિકા પ્રમુખ, તમામ કોર્પોરેટરો, તેમજ પાલિકા કર્મચારીઓ દ્વારા બે મિનિટ મૌન પાળી મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ આ ઘટના માં ઘણા લોકો એ પોતાના સ્વજનો,તેમજ બાળકો ગુમાવ્યા છે જેથી આવી અત્યંત કરુણ અને દુઃખદ ઘટના ફરી ક્યારેય ન બને તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756