ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર. બે તબક્કા માં યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર. બે તબક્કા માં યોજાશે ચૂંટણી
• પ્રથમ તબક્કો : ગુરૂવાર, તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ – કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત – કુલ સીટ ૮૯
• બીજો તબક્કો : સોમવાર, તા. ૫ ડિસેમ્બર ૨૦૨૨ – ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત – કુલ સીટ ૯૩
• મતગણતરી : ગુરુવાર, તા. ૮ ડિસેમ્બર ૨૦૨૨
૧૯૯૦ થી ૨૦૨૨ – સતત ૩૨ વર્ષથી ગુજરાત પર ભારતીય જનતા પાર્ટીનું શાસન.
– ૧૯૯૦ની ચૂંટણીમાં ભાજપને ૬૭, કોંગ્રેસને ૩૩ બેઠકો મળી હતી.
– ૧૯૯૫ની ચૂંટણીમાં ભાજપને ૧૨૧, કોંગ્રેસને ૪૫ બેઠકો મળી હતી.
– ૧૯૯૮ની ચૂંટણીમાં ભાજપને ૧૧૭, કોંગ્રેસને ૫૩ બેઠકો મળી હતી.
– ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપને ૧૨૭, કોંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી.
– ૨૦૦૭ ની ચૂંટણીમાં ભાજપને ૧૧૭, કોંગ્રેસને ૫૯ બેઠકો મળી હતી.
– ૨૦૧૨ ની ચૂંટણીમાં ભાજપને ૧૧૫, કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી.
– ૨૦૧૭ ની ચૂંટણીમાં ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી.
ગુજરાતમાં ધાર્મિક સમીકરણો :
હિંદુ ૮૮.૫%
મુસ્લિમ ૯.૬૭%
ખ્રિસ્તી ૦.૫૨%
શીખ ૦.૧૦%
જૈન ૦.૯૬%
ગુજરાત વિધાનસભાની તાજા સ્થિતિ:
વર્ષ ૨૦૧૭માં જયારે ચૂંટણી થઇ ત્યારે ભાજપને ૯૯ સીટ મળી હતી. ત્યાર બાદ પક્ષપટાના કારણે કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવી જતા ભાજપની બેઠક હાલમાં કુલ ૧૧૧ થઇ છે. જયારે કોંગ્રેસની સ્થિતિ જે પહેલા ૭૭ ની હતી તે ધટીને ૬૩ થઇ છે. હાલમાં એન.સી.પી ના ૧ , બી.ટી.પી ના ૨, અપક્ષ ૧ અને ૪ બેઠકો ખાલી છે.
એન.સી.પી ના ૧ ઉમેદવાર ૨૦૧૭માં ચૂંટાયા હતા તેઓ આજે પણ એન.સી.પી માં છે. બી.ટી.પી ના ૨ ઉમેદવારો ૨૦૧૭ માં ચૂંટાયા હતા,આ બંને ઉમેદવારો આજે પણ બી.ટી.પી માં જ છે. વર્ષ ૨૦૧૭માં ૩ અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા, આજે અપક્ષ ઉમેદવાર ૧ જ છે, એટલે કે ૨ અપક્ષ ઉમેદવારોએ પાટલી બદલી છે.
કુલ ૪.૯ કરોડ મતદારો
કુલ ૫૧,૭૮૨ પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.
દિવ્યાંગો માટે ૧૮૨ વિશેષ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.
મહિલાઓ માટે ૧૨૭૪ પોલીંગ સ્ટેશનો હશે.
૧ પોલીંગ સ્ટેશન એવું હશે કે જેમાં માત્ર ૧ જ મતદાર હશે અને એ મતદાર ને મત કરાવવા માટે ૧૫ સ્ટાફ સભ્યો હશે.
૯.૮૯ લાખ સિનીયર સિટિઝન્સ મતદાતાઓ.
૧૪૨ મોડેલ મતદાન મથક ઉભા કરવામાં આવશે.
કોરોના પીડિતો માટે ઘરેથી મતદાનની વ્યવસ્થા.
જે ઉમેદવારનો અપરાધિક રેકોર્ડ હોય તેમણે પોતાનો અપરાધિક રેકોર્ડ બતાવવો પડશે.
ઉમેદવારો ની જાણકારી KYC સિસ્ટમ થી મળશે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી
લોકાર્પણ દૈનિક ન્યૂઝ જામનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756