માંગરોળ ના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

માંગરોળ ના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
જલારામ મંદિર ખાતે દરરોજ ભુખ્યાઓને ભોજન પણ પીરસવામાં આવે છે
જલારામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નીતિનભાઈ સિરોદરિયા ના ખુબજ સુંદર માર્ગદર્શન દ્વારા ખુબજ સુંદર નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવી રહી છે
આજના સમયમા મોંઘવારીના જમાનામા સામાન્ય લોકોને ના પરવડે તે રીતે આંખોની સારવાર અને ઓપરેશન થાય છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી જલારામ મંદિર ખાતે 15 વર્ષ થી દર મહિનાની 3 તારીખ ના રોજ જલારામ મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી માંગરોળ તાલુકાના લોકોને વિના મૂલ્યે સારવાર ઓપરેશન અને નિદાન થઈ જાય તે માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શ્રી જલારામ ટ્રસ્ટ માંગરોળ દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આજે 168 થી વધુ લોકો ને ડો.પ્રવિણ ભાઈ અને તેમની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 50 લોકો ને મોતીયા વેલ ના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમને આવવા જવા તેમજ રહેવા જમવાની વ્યવસ્થા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આજે યોજાયેલ નિદાન કેમ્પમા શ્રી જલારામ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નીતિનભાઈ સિરોદરિયા,રાજુભાઇ પરમાર,વિનુબાપા,કસનાભાઈ,અરવિંદભાઈ,ઘનાભાઇ,હરિભાઈ સહિતના ભાઈ ઓએ નિસ્વાર્થ ભાવે વ્યવસ્થા ઓ સંભાળી હતી.
જલારામ મંદિર માંગરોળ ખાતે યોજવામાં આવતા આ કેમ્પમાં આજુબાજુ ના વિસ્તારમાં થી લોકો આંખોની સારવાર માટે આવતા હોય છે અહીં આવતા દરેક માટે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનની પણ ખુબજ સુંદર વ્યવસ્થા ઓ કરવામાં આવતી હોય છે ભોજન બનાવવામાં મનિસાબહેન પરમાર,તેમજ કારીબેન પરમાર દ્વારા સેવા ઓ આપવામાં આવેલ
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756