ઝૂલતા પુલ સીવાય મોરબીમાં બીજું ઘણું બધું છે.

આજે બધા જ ટીવી પ્રિન્ટ મીડિયા વોટ્સઅપ યુનિવર્સિટી ફેસબુક ટ્વીટર ઇનસ્ત્રા પર ચાહની કીટલી પર લોચા ભજિયાની લારી પર પાન માવાના ગલ્લે જ્યાં જુવો ત્યાં એક જ વાત મોરબીનો ઝૂલતો પુલ કેવી રીતે તૂટ્યો આટલા બધા એન્જીયર આર્ટિકેટ આટલા બધા ઈંટલીજન્ટ ભારતમાં ખૂણે ખૂણે વસે છે એ માટે હસવું કે રડવું એ જ સમજ પડતી નથી આમાંથી 90 ટકાને મોરબી ક્યાં આવેલું છે. એની ખાસ વાત કઈ છે કઈ કઈ બાબતો માટે મોરબી જગવિખ્યાત છે એ પણ ખબર નહી હોય.
મોરબી જામનગર વાંકાનેર અને ગાંધીધામ જેવા નગરો સાથે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું શહેર છે મોરબી શહેરમાંથી વચ્ચેથી મચ્છુ નદી વહે છે આપણા છાપરા પર કામમાં આવતા નલિયા મોરબીમાં બને છે આપણા ઘરો બાથરૂમોમાં લાગતી અવનવી કલરફુલ ટાઇલ્સ મોરબીમાં બને છે ચીનાઈ માટીના વાસણો પણ અહી બને છે આપણા હાથ પરની અને આપણી દીવાલો પર શોભતી દીવાલ ઘડિયાળો મોટા ભાગની મોરબીમાં બને છે અને મીરબીમાંથી આખા દેશમાં અને વિદેશોમાં પણ ટાઇલ્સ નલિયા ઘડિયાળો મોટા જથ્થાના જથ્થાબંધ નિકાસ થાય છે
એક સમયે મોરબી શહેરની અને ઘરોની નમુનેદાર કલાત્મક બાંઘણી માટે ” પેરિસ ઓફ ઇસ્ટ ” તરીકે જાણીતું હતું
મોરબીના જોવા લાયક સ્થાનોમાં ઝૂલતો પુલ મણીમંદીર મયુર પુલ સોનેશ્વર મહાદેવ વાઘમહેલ ગ્રીન ચોક દ્રાર નગર દરવાજો નહેરુ ગેટ મચ્છુ માતાનું મંદીર રફળેશ્વર માતાનું મંદીર ખોપરા હનુમાનજી ભીમનાથ મહાદેવ અને મોલાઈ રાજ સાહેબની દાઉદી વોહરા સમાજની ઉત્તમ કલા કારીગરી સ્થાપત્યના નમૂના જેવી દરગાહ આવેલી છે
મોરબી 1698 થી 1948 સુધી બ્રિટિશ રજવાડું હતું મોરબીનાં મહારાજા ઠાકોર સાહેબ સર વાઘજી 1858 થી 1922 સુધી પછી રાજ્યના છેલ્લા શાસક મહારાજ લખવીજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા 19 ફેબ્રુઆરી 1948માં સંધી કરી હતી રાજ્યના શાસકોને ઠાકોર સાહેબથી સંબોધિત કરવામાં આવતા હતા મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઉંચા રાજપુતોના હાથોમાં હતું
11મી ઓગસ્ટ 1979 ના દિવસે બપોરે 3/ 30 કલાકે મચ્છુ 2 નો માટીનો પાળો તૂટી જતા ભયંકર જળ હોનારત સર્જાઈ હતી જેમાં આશરે 25 હજાર લોકોના મોત થયા હતા મોરબી જળ હોનારતમાં તણાઈને મોતને ભેટેલા દિવંગતોની યાદમાં સ્મૂતી ભવન રાણી બાગમાં મણીમંદીરની સામે બનાવવામાં આવ્યું છે જે 2006 માં ભૂકંપથી મોટું નુકસાન થયું હતું જે ફરી બનાવવામાં 20 કરોડનો ખર્ચ થયો હતો જે ખર્ચો મોરબીના રાજવી પરિવારે કર્યો હતો હમણાં પણ મુત્યુ પામેલાને રાજવી પરિવારે એક એક લાખની સહાય જાહેર કરી છે
આ ભયંકરવ જળ હોનારત પર હારવડ યુનિવર્સિટીના છાત્રોએ કરેલું સંશોધન પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
મોરબી પાછું ફિનિક્સ પંખીની જેમ પાછું બમણા જોશથી ઉભું થઈ પાછો દેશ વિદેશમાં ડંકો બજાવશે.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756