ડભોઇ ખાતે કરોડો ના ખર્ચે તૈયાર થનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તેમજ નવીન તાલુકા પંચાયત બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત

ડભોઇ ખાતે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત આશરે 3 કરોડ ના ખર્ચે બનનાર ઇન્ડોર સ્ટેડિયમનું ભૂમિ પૂજન ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહકાર સૂત્ર ને સાર્થક કરી ડભોઈ પંથક વિકાસ તરફ વળી રહ્યું છે ત્યારે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ડભોઈ ના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.જે પૈકી આજરોજ ડભોઇ ના ખેલ પ્રેમી રમતવીરો ને એક જ સ્થળે તમામ સુવિધા ઉપલબ્ધ મળી રહે તેવા આશ્રય થી ડભોઈ ખાતે 2.76 કરોડના ખર્ચે સ્પોર્ટસ સ્ટેડિયમ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આશરે 2 કરોડ 86 લાખ ના ખર્ચે ડભોઇ તાલુકા પંચાયત ની નવીન તેમજ આધુનિક બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.છેલ્લા ઘણા વર્ષો થી તાલુકા પંચાયત ની કચેરી જર્જરિત હાલત માં હતી જે જોતા નવીન બિલ્ડીંગ ની જરૂરિયાત જણાતા ધારાસભ્ય ના પ્રયાસ થી નવીન બિલ્ડીંગ નું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ,કાયાવરોહન સરપંચ નીરવ પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. સાથે ઇન્ડોર સ્ટેડિયમ ના ભૂમિ પૂજન માં ડભોઇ નગરપાલિકા ચેરમેન વિશાલ શાહ,બીરેન શાહ,કલ્પેશ તડવી, સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહયા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756