BSF જવાનોની જમ્મુ થી નીકળેલી સાઇકલ રેલી સુઈગામ BOP આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરાયું.

BSF જવાનોની જમ્મુ થી નીકળેલી સાઇકલ રેલી સુઈગામ BOP આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરાયું.
Spread the love

BSF જવાનોની જમ્મુ થી નીકળેલી સાઇકલ રેલી સુઈગામ BOP આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરાયું.

સાઇકલ રેલી સુઈગામ થી નડાબેટ જશે ત્યાં રાત્રી રોકાણ કરશે,ત્યારબાદ સાઇકલ રેલી કરછ જિલ્લાના ભુજ ખાતેની BSF ચોકી જવા રવાના થશે.

જમ્મુની ઓક્ટ્રોય ચોકીથી 14 જવાનો ની સાઈકલિંગ રેલી તેમજ અન્ય કાફલા સાથે તા.6.નવેમ્બર 2022ની સાંજે સુઈગામ BOP ખાતે આવી પહોંચી હતી, જે રેલી જમ્મુના ઓક્ટ્રોય ચોકી થી પંજાબ,અને રાજસ્થાન થઈ ગુજરાત ના કચ્છ BSF ચોકી સુધી 2177.કિલોમીટરની સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલી સુઈગામ આવી પહોંચતા સુઈગામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ સાઈકલિંગ રેલી સુઈગામ થી નડાબેટ પહોંચી હતી અને ત્યાં ટુરિઝમમાં કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં જણાવાયું હતું કે જમ્મુ,પંજાબ,રાજસ્થાન અને ગુજરાત ના ચાર પડાવો પસાર કરવામાં અનેક લોકોએ સાઈકલીસ્ટો નું સ્વાગત કરાયું છે,સાઈકલિંગ ના માધ્યમથી સ્વસ્થ ભારત ના મેસેજ ને સાકાર કરાઈ રહ્યો છે,એકતા અને ભાઈચારો જળવાઈ રહે ગ્લોબલ વોર્મિંગ સામે સાઇકલ રેલી પર્યાવરણ સામે જાગૃતિ નો સંદેશ આપે છે,દેશના સરહદી ગામોના યુવાનો વધુમાં વધુ સેનામાં જોડાય, વ્યસનોથી દૂર રહે, એવી અપીલ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુથી નીકળેલી આ સાઈકલિંગ રેલી કરછના ભુજ BOP સુધી કુલ 2177 કિલોમીટરની સાયકલ રેલી BSFના 14 સાઈકલિંગ જવાનો તેમજ અન્ય કાફલા સાથે તા.13ઓક્ટોમ્બર 2022થી નીકળેલી સાઈકલ રેલી 13નવેમ્બર2022ના એક મહિનાના સમયગાળામાં ભુજ પહોંચશે, સાઈકલ રેલીનું સમાપન કરાશે.

રિપોર્ટ-ઝાલા જીતેન્દ્રસિંહ-સુઈગામ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!