બનાસકાંઠા:સુજલામ સુફલામ્ કેનાલ માં પાણી બંધ કરતા ખેડૂતો માં રોષ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ખેડૂતો ની જીવાદોરી સમાન સુજલામ સુફલામ્ કેનાલ પસાર થાય છે જે ખેડૂતો ને ભુગર્ભ જળ સાચવી રાખવા ખૂબ મહત્વ ની ગણાય છે સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી બારેમાસ રાખવામાં આવે એવી ખેડૂતો ની માંગણી છતા પાણી કરતાં સુકી વધારે જોવા મળે છે હમણાં પ્રધાનમંત્રી નાં બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન ચાલુ કરવામાં આવી હતી જ્યારે સભા નાં થોડા જ દિવસો પહેલા ચાલુ કરેલ કેનાલ ફરી હાલ બંધ કરી દેવામાં આવી છે જ્યારે કોઈ મોટા નેતા આવે ત્યારે ખેડૂતો ને લલચાવવા જ ચાલું કરવામાં આવતી હોય એવું લાગે છે ખેડૂતો ને લોલીપોપ આપી રહેલા નેતાઓએ આવનાર ચુંટણી માં ખેડૂતો જવાબ આપશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જો સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી બારેમાસ સરકાર રાખી શકતી નાં હોય તો બહાનાબાજી કરવાનું બંધ કરે જેથી ખેડૂતો એ યોગ્ય નિર્ણય લઈ શકાય.સુજલામ સુફલામ્ કેનાલ થી જોડાયેલ ડીસા, કાંકરેજ, દિયોદર,લાખણી,થરાદ આમ પાંચ તાલુકા નાં ખેડૂતો નો સમાવેશ થાય છે જે આગામી ચુંટણીમાં ખેડૂતો ની એક જ માંગ છે કે બારેમાસ પાણી આપો નહી તો પાણી માટે ખેડૂતોની છેતરામણી કરતા નેતાઓને ભોગવવું પડી શકે છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756