જૂનાગઢ વિધાનસભા બેઠક પર ડોર-ટુ-ડોર મતદાતા જાગૃતિ અભિયાન શરૂ

જૂનાગઢ વિધાનસભા બેઠક પર ડોર-ટુ-ડોર મતદાતા જાગૃતિ અભિયાન શરૂ
મહત્તમ મતદાન માટે સકારાત્મક વાતાવરણ ઉભુ કરવા માટે બૂથ લેવલ અવેરનેશ ગૃપ દ્વારા કવાયત
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજના નેતૃત્વ અને માર્ગદર્શનમાં યોજનાબદ્ધ રીતે મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર આંગણવાડી કાર્યકર બહેનો મતદાતાઓના ડોર-ટુ-ડોર જઇ મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી રચિત રાજ મહત્તમ મતદાન અને મતદાનનો નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવા માટે એક નિશ્વિત વ્યુહરચના ઘડી કાઢી છે. તેની અમલવારીના ભાગ રૂપે ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ડોર-ટુ-ડોર જઇ મતદાતાઓ સાથે સંવાદ સાંધી, તેમને મતદાન માટે પ્રેરિત કરવાની સાથે મહત્તમ મતદાન માટે એક સકારાત્મક વાતાવરણ ઉભું કરી રહ્યાં છે.
આ સાથે મતદાતાઓને ચૂંટણી પ્રક્રિયા, તેમના સંબંધિત મતદાન મથક, મતદારો માટેની સુવિધાની જાણકારી આપવાની સાથે નૈતિક મતદાનની ઝુંબેશને વેગ આપી રહ્યા છે. ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરિતિઓના દંડ વગેરેથી વાકેફ કરી રહ્યાં છે. આમ, આ માટે બૂથ લેવલ અવેરનેશ ગૃપની ટીમ સતત ફીલ્ડમાં જઇ કામગીરી કરી છે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756