પંડિત દીનદયાળ ઉપાધ્યાય પવર્તારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ખડક ચઢાણ બેસિક કૉર્સની તાલીમ સંપન્ન

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પવર્તારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ખડક ચઢાણ બેસિક કૉર્સની તાલીમ સંપન્ન
Spread the love

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પવર્તારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ખડક ચઢાણ બેસિક કૉર્સની તાલીમ સંપન્ન

 

૧૦૬  શિબિરાર્થીઓ પર્યાવરણની જાળવણી સ્વછતા સહિતની તાલીમ મેળવી

જૂનાગઢ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પવર્તારોહણ તાલીમ કેન્દ્ર ખાતે ખડક ચઢાણ બેસિક કૉર્સ ની દસ દિવસીય  તાલીમ  યોજાઈ હતી. જેમાં વિવિધ યુનિ.ન ૧૦૬ શિબરિરાર્થીઓ એ ખડક ચઢાણ  પર્યાવરણની જાળવણી સહિતની તાલીમ મેળવી હતી.

ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડેમી વડોદરા ના ૪૩ વિધાર્થીઓ તથા ઇન્ડિયન ઇન્સ્ટટ્યૂટ ઓફ ફાયર એન્ડ સેફ્ટી બીલીમોરા  ના ૨૧ વિધાર્થીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય જૂનાગઢ ના  ૩૦ વિધાર્થીઓ અને અલગ અલગ જિલ્લાના ૧૨ મળી કુલ ૧૦૬ એ જૂનાગઢ ખાતે ના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલિમ કેન્દ્ર જૂનાગઢ ખાતે ખડક ચઢાણ બેસીક તાલિમમાં જોડાયા હતા.

આ કોર્સમાં ખડક ચઢાણ ની તાલીમ સાથે સાથે વન અને પર્યાવરણ ની જાળવણી કરવાની ખાસ તાલીમ આપવામાં આવી. શિબિર ના સમાપન કાર્યક્રમમાં કામઘેનુ યુનિવર્સિટીની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય જૂનાગઢ ના ડીન ડૉ. પી.એચ. ટાંક તથા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડેમી વડોદરા ના મેનેજીંગ ડાયરેક્ટર રાજેશ પટેલ4 ડૉ આર. જે. પડોદરા, SRC ચેરમેન વેટરનરી કોલેજ જૂનાગઢ,  ડૉ. ડી.ડી. ગર્ગ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એનિમલ ન્યૂટ્રીશીયન, ડૉ જી સબાપરા પ્રિન્સિપાલ પોલીટેકનિક, પી.ડી.ચૌધરી ઉદ્યોગપતિ, ડૉ આર. જે. રાવલ એન.એસ.એસ. ઓફીસર વેટરનરી કોલેજ, નિકુંજ સુંદરસાથ શિક્ષક ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ જૂનાગઢની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

શાબ્દિક સ્વાગત ઉપેન્દ્રસિંહ રાઠોડ ઈન્સ્ટ્રકટર ઇન્ચાર્જ પર્વતારોહણ તાલિમ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતુ.  કાર્યક્રમ નું સંચાલન શિબિરાર્થી રામાણી જયેશ, કેલૈયા શિવાંગી એ કર્યુ હતુ. જ્યારે પોતાના ૧૦ દિવસ ના અભિપ્રાયમાં ઊંચાઈ નો ડર દૂર થવો, નિયમિતતા, પી. ટી તાલિમ, સ્વચ્છતા રાખવી અને રખાવવી,  વન પર્યાવરણ ની જાળવણી સુરક્ષા, અગવડતમાં સગવડતા વિગેરે બાબતો કહી હતી. શિબિરાર્થીઓ ને મહેમાનો ના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતા. મેનેજીંગ ડાયરેક્ટર રાજેશ પટેલ એ ટ્રેકિંગ નું જીવન માં મહત્વ અને જીવન માં મળેલ તક નો યોગ્ય ઉપયોગ કરવા સમજ આપી હતી. પશુપાલન મહાવિધાલય જૂનાગઢ ના ડીન ડૉ. પી.એચ. ટાંક એ જીવન માં આરોહણ અવરોહણ, શરીર સૌષ્ઠવ નું મહત્વ વિશે ખ્યાલ આપ્યો હતો સાથે સાથ તાલીમ આપનાર પ્રશિક્ષકો ની અગત્યતા કહી તેઓ ને બિરદાવ્યા હતા અને સૌ શિબિરાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!