ઉપલા દાતારના મહંતના મત માટે રજૂઆત મળી નથી, સમયસર રજૂઆત મળી હોત તો યોગ્ય કાર્યવાહી કરી શકાય હોત – ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા

ઉપલા દાતારના મહંતના મત માટે રજૂઆત મળી નથી, સમયસર રજૂઆત મળી હોત તો યોગ્ય કાર્યવાહી કરી શકાય હોત – ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલા
મતદાન મથક ઉભું કરવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની મંજુરી આવશ્યક છે
એક-એક વોટ માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે
જૂનાગઢ : ઉપલા દાતારના મહંત માટે મત આપવાની સુવિધા ન હોવાના અને બાણેજમાં એક મતદાર માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે. ત્યારે દાતારના મહંત માટે કેમ નહીં? તેવા મત્તલબના સમાચારો, અહેવાલો વહેતા થયા છે. તે સંદર્ભે ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ જણાવ્યું કે, ઉપલા દાતારના મહંતના મત માટે અત્યાર સુધીમાં કોઇ લેખિત રજૂઆત મળી નથી, જો આ અંગે સમયસર રજૂઆત મળી હોત તો યોગ્ય કાર્યવાહી કરી શકાય હોત. તેમણે વધુમાં કહ્યું કે, મતદાન મથક ઉભું કરવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની મંજુરી આવશ્યક છે. પરંતુ હવે આગામી લોકસભા, વિધાનસભા સહિતની ચૂંટણી માટે અગાઉથી રજૂઆતો મળશે તો મતદાન માટેની સુવિધા ઉભી કરવા માટે યોગ્ય કાર્યાવાહી હાથ ધરવામાં આવશે.
લોકશાહીના અવસરની ઉજવણી માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ એક-એક મત માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ૮૦ વર્ષથી મોટી ઉંમરના અને દિવ્યાંગોને પણ ઘર બેઠા મતદાન કરવાની સુવિધા કરી આપવામાં આવી છે. તેમજ અશક્ત લોકોને મતદાન મથક સુધી લાવવા માટે વાહનની પણ સુવિધા રાખવામાં આવી છે. આમ, લોકશાહીમાં દરેક લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે આવશ્યક છે. આ માટે તંત્ર પુરી પ્રતિબધ્ધતા સાથે કામગીરી કરી રહ્યું છે તેમ ચૂંટણી અધિકારીશ્રી સુશ્રી ભૂમિબેન કેશવાલાએ ઉમેર્યું હતું.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756