કેડેટ સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપમા એક ગોલ્ડ, ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ગાધીનગર ચેમ્પિયન

કેડેટ સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપમા એક ગોલ્ડ, ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ગાધીનગર ચેમ્પિયન
એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા તાજેતરમા કડી, મહેસાણા ખાતે યોજાયેલ કેડેટ સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપમા ગાધીનગરના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ૧ ગોલ્ડ, ૧ સિલ્વવર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવવા ની સાથે ચેમ્પિયનશીપ મેળવી છે તેમજ ૪ ખેલાડીઓ ગુજરાતની ટીમમા સ્થાન મેળવવા મા સફળ રહ્યા છે. જ્યારે ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ સાથે ભાવનગર બીજા સ્થાને, ૧ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે સાબરકાઠા તૃતિય સ્થાને અને ૧ ગોલ્ડ તથા ૨ બ્રોન્ઝ મેડલ સાથે મહેસાણા ચોથા સ્થાને રહ્યુ છે. મેડલ મેળવનાર તમામ ખેલાડીઓની આગામી નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી કરવામા આવેલ છે. સ્પર્ધામા નોધપાત્ર દેખાવને ધ્યાને રાખી ભાઇઓમા બેસ્ટ ખેલાડી તરીકે દિવ્યરાજસિહ ગોહિલ અને બહેનોમા બેસ્ટ ખેલાડી તરીકે અમીષા ચૌધરી તથા ઉભરતા ખેલાડી તરીકે રીદ્ધિ ચૌધરીને સન્માનિત કરવામા આવ્યા.
કેડેટ સ્ટેટ ફેન્સીગ ચેમ્પિયનશીપમા ફોઇલ બહેનોમા અનિતા વણઝારા – અમદાવાદ ગોલ્ડ મેડલ, રીદ્ધી ચૌધરી – બનાસકાઠા સિલ્વર મેડલ, નમ્રતા ચૌધરી – મહેસાણા અને રીન્કલ ચૌધરી – ગાધીનગર એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો જ્યારે ઈપી બહેનોમા ગાધીનગરની અમીષા ચૌધરીએ ગોલ્ડ, ગાધીનગરની જ પ્રિયલ દડવી એ સિલ્વર તથા મહેસાણાની ધ્રુવી ચૌધરી અને સાબરકાઠાની ભક્તી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ સેબર ઇવેન્ટમા રીતુ ચૌધરી – મહેસાણા – ગોલ્ડ, માહિ પ્રજાપતી – પાટણ – સિલ્વર તથા વંદિતા બારડ – ગીર સોમનાથ અને હેતલ ચાવડા – ગાધીનગર એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
જ્યારે ભાઇઓમા ફોઇલ ઇવેન્ટમા ભાવનગરના દિવ્યરાજસિહ ગોહિલ – ગોલ્ડ અને મન્દીપસિહ ગોહિલ એ સિલ્વર મેડલ તથા સાબરકાઠાના પ્રતિક ભાટ અને સુનિલકુમાર ભાટ એ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. ઇપી ઇવેન્ટમા જલ્પ પ્રજાપતી – સાબરકાઠા ગોલ્ડ, વિક્રમ પટણી – અમદાવાદ સિલ્વર મેડલ તથા રવિકુમાર ચૌહાણ – મહેસાણા અને મુકેશ નટ – સુરેન્દ્રનગર એ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ સેબર ઇવેન્ટમા ગીર સોમનાથના વંશ ધ્રુવ એ ગોલ્ડ, જામનગરના ધર્મરાજસિહ જાડેજાએ સિલ્વર તથા દિવ્યરાજસિહ રાયજાદા.- રાજકોટ અને આર્યન પંડ્યા – સાબરકાઠાએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તમામ વિજેતા ખેલાડીઓને એમેચ્યોર ફેન્સીગ એસઘસીએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા અભિનંદન પાઠવી નાસીક, મહારાષ્ટ્ર ખાતે યોજાનાર આગામી કેડેટ નેશનલ ચેમ્પિયનશીપમા ઉત્કૃષ્ઠ દેખાવ કરી મેડલ જીતવાના વિશ્વાસ સાથે શુભકામનાઓ પાઠવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756