વંથલી નજીકના ધણફુલીયા ગામે દરગાહમાં થઇ ચોરી…

વંથલી નજીકના ધણફુલીયા ગામે દરગાહમાં થઇ ચોરી…
પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ…
વંથલી નજીકના ધણફુલીયા ગામે હઝરત પીર સીરાજી શાહ દરગાહ શરીફમાં ગતરાત્રિના 12:00 વાગ્યા થી સવારના 04:00 વાગ્યા સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દરગાહ શરીફની બે દાન પેટી ઉઠાવી જઈ દરગાહ પાછળ કબ્રસ્તાનમાં આ દાન પેટીઓ તોડી તેમાં રહેલ અલગ અલગ ચલણના ચલણી નોટો અને પરચુરણ સહિત લાખ રૂપિયાથી વધુ રકમ ચોરી જઈ દાન પેટીઓ કબ્રસ્તાનમાં મૂકી ભાગી જતા દરગાહ ના મુજાવરે દરગાહના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ અગ્રણીઓને સાથે રાખી આજે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ધાર્મિક સંસ્થા માંથી માતબર રકમની ચોરી થતા પોલીસ પણ એલર્ટ બની તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી જઈ પીએસઆઇ મકવાણાના નેતૃત્વમાં વંથલી પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
રીપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756