પ્રાંતિજ ખાતે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

પ્રાંતિજ ખાતે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો
Spread the love

પ્રાંતિજ ખાતે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો

બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ: ભીમરાવ રામજીરાવ આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી મુખ્ય જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

ડૉ બાબાસાહેબ આંબેડકરે તેમના સમગ્ર જીવન દરમિયાન અસ્પૃશ્યતા નાબૂદી અને મહિલાના હકો માટે લડત ચલાવી હતી. ડૉ. આંબેડકર 6 ડિસેમ્બર, 1956ના રોજ દિલ્હીમાં નિર્વાણ પામ્યા હતા.
સ્વયમ્ સૈનિક દળ અને અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા બાબા સાહેબના પરિનિર્વાણના દિવસે પ્રાંતિજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .

પ્રાંતિજમાં એસ.એસ.ડી અને સમાજના આગેવાનો દ્વારા નેશનલ હાઇવે થી આંબેડકર કોમ્પલેક્ષ સુધી રેલી યોજી બાબા સાહેબની પ્રતિમા ને સલામી આપી ફૂલહાર કરી સભામાં પરિવર્તીત થઈ હતી જ્યાં બાબા સાહેબને ભાવાંજલી અર્પિત કરી હતી. એસ.એસ.ડી. સમાજમાં જનજાગૃતિનું કાર્ય કરવામાં આવ્યું હતુ. તેમાં બાબા સાહેબ ની 22 પ્રતિજ્ઞા વિશે સમજવામાં આવ્યું હતું.તેમજ વ્યસન મુક્ત, શિક્ષણ વિશે.બેરોજગારોને રોજગારી વિશે ચિંતન સભામાં માહિતી આપવના આવી હતી.

રિપોર્ટ : અશોકસિંહ રાઠોડ
લોકાર્પણ.પ્રાંતિજ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!