દિયોદર(વખા)ના બે વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય યુવા-મહોત્સવમાં ભાગ લેવા પસંદગી…

જી.વી.વાઘેલા કોલેજ દિયોદર(વખા)ના બે વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય યુવા-મહોત્સવમાં ભાગ લેવા પસંદગી…
પ્રવીણ હકમાજી ભલગામા,ની પસંદગીએ, ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું..
દિયોદર તાલુકાના વડિયા(વડિયાનગર)ગામના વતની હકમાજી ઠાકોરના પુત્ર પ્રવિણ ભલગામાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનાર 36મા, આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા પસંદગી થતાં ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા યોજાનાર ૩૬ માં આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ પસંદગી કેમ્પમાં જી.વી.વાઘેલા કોલેજ, દિયોદર (વખા) ના બે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે.જેમાં
હકમાજી જોરાજી ઠાકોરનો સુપૂત્ર ઠાકોર પ્રવિણ હકમાજી ભલગામા( વડિયાનગર) તેમજ રાજપુરોહિત ઉત્તમ કુમાર પસંદગી પામ્યા છે. જોકે તારીખ ૦૭/૧૨/૨૨ ના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પસંદગી કેમ્પમાં મિત્રોનું સિલેક્શન થાય તો આગામી ૧૭ થી ૨૧ જાન્યુઆરી ના સમયમાં પુણે ખાતે આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા જશે, ત્યારે આ બંને વિદ્યાર્થીઓને પરિવાર, સમાજ,અને સમગ્ર પંથકનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવવા આવી રહી છે. પુણે ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય યુવામહોત્સવમાં ઉત્તમ દેખાવ કરી પસંદગી પામી સમાજ અને શાળાનું નામ રોશન કરે તેવી સૌ આશા રાખી રહ્યું છે.
રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા
સુઈગામ.બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756