જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ
જમીનની તંદુરસ્તી ખાસ જાળવી રાખવા ખેડૂતમિત્રોને માહિતગાર કરાયા
વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જમીન સ્વાસ્થ્ય જાળવવાના પોસ્ટરો સાથેની રેલી કાઢી
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન વિભાગ અને કૃષિ વિજ્ઞાન વિભાગના સંયુકત ઉપક્રમે તા.પ ડીસેમ્બર ર૦રરનાં રોજ ”વિશ્વ જમીન દિવસ-ર૦રર”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના અનુસ્નાતક વિદ્યાર્થીઓએ કેમ્પસમાં જમીન સ્વાસ્થ્ય જાળવવાના પોસ્ટરો સાથેની રેલી કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયા તથા યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિશ્રીએ આ વર્ષની વિશ્વ જમીન દિવસની થીમ ”જમીન જેમાંથી ખોરાક બનવાની શરૂઆત થાય છે” ને અનુરૂપ સંબોધન કરતા જણાવેલ કે, જમીનમાં છેલ્લા ત્રણ દાયકાથી સેન્દ્રીય કાર્બન અને જુદા જુદા પોષક તત્વો કે જેનો છોડ જમીનમાંથી ઉપાડ કરે છે. તેનું પ્રમાણ ખુબજ ઘટયું છે. તેમાં પણ ખાસ કરીને સુક્ષમતત્વોની ખામી જમીનમાં વધી છે. જેને લીધે આવી પોષકતત્વની ખામીયુકત જમીનમાં વર્ષમાં એક કરતા વધારે પાકો લેવાને લીધે પાકને પુરા પોષકતત્વો મળતા નથી. જેથી ખેતી પાકોનું પુરતુ ઉત્પાદન મળતું નથી. ઉપરાંત પાકમાં પણ પુરતા પોષકતત્વો હોતા નથી. આવા ઓછા પોષકતત્વો વાળા ખોરાકનો આપણે જયારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને પણ આડકતરી રીતે આ પોષકતત્વો પુરતા પ્રમાણમાં ખોરાકમાંથી મળતા નથી. તેઓ વધુમાં જણાવ્યું હતું કે, ઉદાહરણ તરીકે ઘઉંના પાકમાં સરેરાશ ૪૦ થી ૬૦ પીપીએમ જેટલું ઝીંક તત્વ હાજર હોય છે પણ જો જમીનમાં જ ઝીંક તત્વની ખામી હોય તો પાક ર૦ થી ૩૦ પીપીએમ જેટલો જ ઉપાડ કરે છે જેને લીધે મનુષ્યમાં આ તત્વની ઉણપ સર્જાય છે. તેવી જ રીતે લોહ તત્વમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.
આ પ્રસંગે કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી, ડો.એસ.જી.સાવલીયાએ ઉદ્દબોધન આપતા કહ્યું કે, આજે દિવસેને દિવસે જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. જમીનની ભૌતિક, રાસાયણીક તેમજ જૈવિક પરિસ્થિતિ જળવાય રહે તે માટે જમીનમાં સેન્દ્રીય ખાતરો તેમજ જૈવિક ખાતરોનો રાસાયણીક ખાતરો સાથે ઉપયોગ કરવા માટે ભારપુર્વક જણાવ્યું હતું. આમ, તેઓએ ખેતી પાકોમાં સંતુલીત પોષણ વ્યવસ્થાપન અપનાવવા અનુરોધ કરેલ જેથી પાક ઉત્પાદન જળવાય રહે અને સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય સુધરે તેની સાર્થકતા ”જમીન સ્વસ્થ તો આપણે સ્વસ્થ” આ કહેવતથી સરીતાર્થ થાય છે. જમીનમાં રહેલા સેન્દ્રીય કાર્બન એ જમીનના સ્વાસ્થ્ય સાથે સીધો સબંધ ધરાવે છે. આ પ્રસંગે તેઓએ જમીનમાં રહેલ સેન્દ્રીય કાર્બન ઘટવાના કારણો તથા તેનેજમીનમાં જાળવવા સેન્દ્રીય ખાતરોનો વપરાશ, પશુઓના અવશેષો જેવા કે ગૌમુત્ર, જીવામૃત, બીજામૃત વિગેરેનો ખેતી પાકોમાં ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત જમીનમાં રહેલ પોષકતત્વોની ખામીના લીધે મનુષ્યના શરીરમાં ગંભીર પ્રકારની બિમારીઓ જેવી કે, એનીમીયા, સાંધાના દુ:ખાવા, માઈગ્રેન થાય છે. આમ, આવા પોષકતત્વોની ગેર હાજરીને ”હીડન હંગર” કહેવામાં આવે છે. જેનાથી બચવા જમીનની તંદુરસ્તી ખાસ જાળવી રાખવા ખેડૂતમિત્રોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756