જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર શ્રી ડો.સૌરભ પારધી

જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર શ્રી ડો.સૌરભ પારધી
Spread the love

જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર શ્રી ડો.સૌરભ પારધી

દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ

જામનગર : આપણા જવાનો દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પોતે બધા જ દુ:ખો ભોગવી આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે. ત્યારે આવા વીર જવાનો અને શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. “સશસ્ત્ર સેના ધ્વજદિન” દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. જે ઉજવણીનો જામનગર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારધીએ શુભારંભ કરાવ્યો હતો અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો હતો.

સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી હેઠળ એકઠો થયેલો આ ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જામનગર જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત)ની સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ છે. આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફટથી “AFFD FUND A/C COLL. & PRE. D S W AND R O, JAMNAGAR ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરમાં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાલ બંગલો બ્રાન્ચના ખાતા નં. ૩૩૩૭૭૨૩૬૩૨૦ (આઈ એફ સી કોડ : SBIN0060119) માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને કરી શકો છો. અત્રે આ બાબતે સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશસ્ત્રસેના ધ્વજદિન માટેનો ફાળો વર્ષ દરમિયાન કોઇપણ દિવસે ૩૧ માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબર : ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરી શકાશે.

રિપોર્ટ : કપિલ જેઠવાણી જામનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!