ખેરગામમાં હરિધામ સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામીજીની પધરામણી.

ખેરગામમાં હરિધામ સોખડાના પ્રેમસ્વરૂપ સ્વામીજીની પધરામણી.
આત્મીય ગુરુભક્તિ ઉત્સવની ભવ્ય ઉજવણી:
ખેરગામ ,
ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત
પરંપરાના આધ્યાત્મિક વારસદાર અને યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનુગામી પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી મહારાજ યોગીજી પ્રદેશના આંગણે ખેરગામની ધરાને શ્રીતીર્થ સ્વરૂપ આપવા સંતમંડળ સહ આગામી ગુરૂવાર તા. ૧૫મી ડિસેમ્બરના રોજ પધારી રહ્યા છે. આ પાવન અવસરે આવા પ્રભુધારક સંતના દર્શન-આશીર્વાદનો પ્રસાદ પ્રાપ્ત કરવા લાભાન્વિત થવા મિત્રમંડળ અને સહપરિવાર પધારવા સૌ ધર્મ પ્રેમીઓને આત્મીય નિમંત્રણ કરાયુંછે .પાવન સાન્નિધ્ય: સંતવર્ય પૂ. સંતવલ્લભ સ્વામી / સંતવર્ય પૂ. ત્યાગવલ્લભસ્વામી, હરિધામ-સોખડાનુ પ્રાપ્ત થશે. કાર્યક્રમની રૂપરેખામાં મહાપ્રસાદ – સાંજે ૦૫:૦૦ થી ૦૯:૦૦, શોભાયાત્રા – સાંજે ૦૭:૦૦ થી ૦૭:૩૦ અને સત્સંગ સભા – રાત્રે ૦૮:૦૦ થી ૧૦:૦૦શ્રી તીર્થ સ્થળ: હેલીપેડ-ખેરગામ ભસ્તા મેદાન-
ખેરગામ મામલતદાર સેવા સદન આગળ, આઈ.ટી.આઈ.ની બાજુના મેદાનમાં સત્સંગ સભા યોજાશે.પૂ. આનંદસ્વરૂપ સ્વામી (પ્રાદેશિક સંતવર્ય) ૫.ભ. ઠાકોરભાઈ પટેલ (પ્રમુખશ્રી) ૫.ભ. રમણભાઈ પ્રજાપતિ (ઉપપ્રમુખશ્રી) ૫.ભ. રસિકભાઈ પટેલ તથા સમસ્ત આત્મીય સત્સંગ મંડળ, ખેરગામ સમસ્ત ધર્મપ્રેમીજનોને ઉપસ્થિત રહી લાભ લેવા હાર્દિક આમંત્રણ પાથવાયું છે.બ્રહ્મસ્વરૂપ ગુરુ હરીના સુસૂત્રો:
પ્રસંગે ભૂલી જવું, જતું કરવું, નમી જવું, ખમી લેવું, ઓગળી જવું.. એમાં જ મહાનતા પ્રભુતા છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756