ફેરિયાને લૂંટી લેનાર ત્રણ લૂંટારામાંથી એક વાલિયાના ચમારિયાથી ઝડપી પાડ્યો

ફેરિયાને લૂંટી લેનાર ત્રણ લૂંટારામાંથી એક વાલિયાના ચમારિયાથી ઝડપી પાડ્યો
અંકલેશ્વરમાં વાસણના ફેરિયાને લૂંટી લેનાર ત્રણ લૂંટારામાંથી એક વાલિયાના ચમારિયાથી ઝડપાયો
અંકલેશ્વરના વાસણના ફેરિયાને મારમારી લુંટ ચલાવનાર ત્રણ પૈકી એક લુટારુને ભરૂચ એલસીબીએ વાલિયાના ચમાંરીયા ગામેથી ઝડપી પાડી ગણતરીના કલાકોમાં લુંટનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
ગત તારીખ-12મી ડીસેમ્બરના રોજ મૂળ તમિલનાડુના અને હાલ અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ક્રિષ્ના નગરમાં રહેતા 25 વર્ષીય મણીગદન મુથુ ઝઘડિયા કોર્ટમાં વકીલ પાસે જતા હતા તે દરમિયાન રેવા એગ્રોથી કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર પાછળથી નંબર પ્લેટ વિનાની બાઈક ઉપર આવેલ ત્રણ ઈસમોએ વાસણના વેપારીને અટકાવી ત્રણ ઈસમોએ તેને બેલ્ટ વડે માર મારી તેઓના પાસે રહેલ મોબાઈલ ફોન અને રોકડા 12 હજાર મળી કુલ 17 હજારના મુદ્દામાલની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બાદ વેપારીએ ઝઘડિયામાં રહેતા તેઓના ઓળખીતાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા લુંટ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયા તાલુકાના ચમારીયા ગામના બળીયાદેવ મંદિર પાસે બેઠેલ છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ વોચ ગોઠવી હતી અને ગામમાં રહેતો વિજય રમેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે લુંટ અંગે તેની પુછપરછ કરતા તેણે તેના મિત્ર વિકેશ રવિદાસ વસાવા અને દિલીપ ગુણવંત વસાવા સાથે લુંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે ઝડપાયેલ આરોપીને વાલિયા પોલીસને હવાલે કરી તપાસ હાથ ધરી છે.ઝડપાયેલ ઇસમેં મોજ શોખ કરવા લુંટ ચલાવી હોવાનું કબુલ કર્યું હતું પોલીસે બે ફોન અને રોકડા 1800નો મુદ્દામાલ કબજે કરી ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756