ભરૂચના ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર પતંગના દોરાથી બચવા માટે પાલિકાએ તાર બાંધ્યા

ભરૂચના ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજ પર પતંગના દોરાથી બચવા માટે પાલિકાએ તાર બાંધ્યા
ભરૂચ પાલિકા આ વખતે સફાળી જાગી આકાશીયુદ્ધ પહેલા જ આગોતરું આયોજન કરી દીધું છે. શહેરના ભૃગુઋષિ ફ્લાય ઓવર બ્રિજ ઉપર ગત વર્ષે પુત્રીને લઈ જતી માતાનું પતંગના દોરાથી ગળું કપાયા બાદ કેબલ બંધાયા હતા. વખતે અત્યારથી જ પાલિકાએ વાહનચાલકોની સલામતી માટે બ્રિજની એક તરફ કેબલ બાંધી દીધા છે.
આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચના ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પતંગના દોરાથી વાહનચાલકોને સુરક્ષા મળે તે હેતુથી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તાર લગાવવામાં આવ્યા છે.
ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઉત્તરાયણમા પતંગની દોરી વાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષિ બ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રિય વાહન ચાલકોને કોઈ નુકસાન ના થાય તે માટે લોખંડના તાર પાલિકા દ્વારા લગાવાયા હતા.
કલેકટર ઓફિસ માર્ગથી ઝાડેશ્વર તરફ મોટી સંખ્યામા દ્વિચક્રિય વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ પરથી આવન જાવન કરતા હોય છે ત્યારે ઉત્તરાયણમા વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થતા હોય છે.પતંગ સાથે દોરી પણ બ્રિજ પરથી પસાર થાય ત્યારે વાહન ચાલકને ગળા કે માથાના ભાગે કોઈ ઇજા ન થાય તેની તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા ઓવર બ્રિજ પર લોખંડના તાર લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756