ખેડા /આણંદ જિલ્લા આર. સી. મિશન શાળા પરિવાર દ્વારા આયોજિત રમત ગમત ની ફાઈનલ

ખેડા /આણંદ જિલ્લા આર. સી. મિશન શાળા પરિવાર દ્વારા આયોજિત રમત ગમત ની ફાઈનલ
નડિયાદ ડભાણ ખાતે તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૨ શનિવારના રોજ આર. સી. મિશન શાળા ડભાણ ખાતે ખેડા આણંદ જિલ્લા ના સુપરવાઇઝર રેવ પૂજ્ય ફાધર કુમાર દ્વારા આયોજિત સમગ્ર આર. સી.મિશન શાળાનો રમત ગમત ની ફાઈનલ રમાઈ ડભાણ મિશન શાળા ના મેદાન માં ખેડા/આણંદ જિલ્લાની તમામ મિશનરી શાળા ની ફાઈનલ રમાઈ તેમાં આર. સી.મિશન શાળા વડતાલ એ પણ ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી અનિકેત ડાભી સાહેબ તથા વિકાસ સર અને શીલાબેન કુલ ૨ પ્રતિનિધિ બાળકોને લઈને ગયા હતા. શાળામાં મેનેજર શ્રી રેવ.ફાધર થોમસ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા પ્રાર્થના શાળા ના શિક્ષક ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા પ્રાર્થના કરાવવામાં આવી હતી. ત્યારબાદ આઠવાગ્યે બાળકો રવાના થયા હતા આર. સી.મિશન શાળા વડતાલ ધોરણ આઠની વિદ્યાર્થી દિવ્યા ભરવાડ દોડની ફાઇનલ માં તૃતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. .રેવ. ફાધર નટુ મકવાણા દ્વારા પુષ્પ ગુચ્છ આપી બાલિકા નું સન્માન કર્યું હતું ટોફી સન્માન પત્રથી વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આર.સી.મિશન શાળા વડતાલ હર્ષ ની લાગણી અનુભવે છે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756