હ્યુમેનિટી ફર્સ્ટ ગૃપ અને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગિરનારના જંગલમાંથી ૨૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રિત કર્યુ  

હ્યુમેનિટી ફર્સ્ટ ગૃપ અને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગિરનારના જંગલમાંથી ૨૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રિત કર્યુ   
Spread the love

હ્યુમેનિટી ફર્સ્ટ ગૃપ અને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગિરનારના જંગલમાંથી ૨૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રિત કર્યુ

 

       જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હ્યુમેનિટી ફર્સ્ટ ગૃપના વિદ્યાર્થીઓ દ્વારા ગિરનારના જંગલ વિસ્તારમાંથી ૨૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રિત કરી પ્લાસ્ટીકનો નાશ કરવામાં આવ્યો હતો.

મિશન પ્લાસ્ટિક ફ્રી જૂનાગઢ યાત્રાધામ, સ્વચ્છ જૂનાગઢ, સ્વચ્છ ગિરનારને સાર્થક કરવા માટે નેચર ફર્સ્ટ ગ્રુપની ટીમ છેલ્લા દોઢ વર્ષથી જૂનાગઢમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. જેમાં આજે હ્યુમેનિટી ફર્સ્ટ ગૃપ અને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના વિદ્યાર્થીઓએ નેચર ફર્સ્ટ ગ્રુપ સાથે વન વિભાગના સહયોગથી ખોડિયાર ડેમની આસપાસના જંગલ વિસ્તારમાં ૬૧માં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાનમાં લગભગ ૨૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. એનજીઓ અને એસએચજીની મદદથી જૂનાગઢને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત પ્રવાસન બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઉત્સુકતા સાથે કામ કરી રહ્યું છે.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
માંગરોળ (જૂનાગઢ)
મો.9173656856

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!